Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

તમે Wi-Fi નું નામ તો સાંભળ્યું જ હશે,પણ શું તમે Li-Fi વિશે જાણો છો? આ રીતે ચાલી શકે છે ઈન્ટરનેટ

  Li-Fi ટેકનોલોજી Wi-Fi પછીની ટેકનોલોજી છે. જેની સ્પીડ Wi-Fi કરતા 100 ગણી વધુ છે. Li-Fi LED બલ્બથી કામ કરે છે. Li-Fi ટેકનોલોજીમાં ઘરમાં લગાવામાં આવેલા LED બલ્બ હાઈસ્પીડ ડેટા ટ્રાન્સમિટ કરશે. આના માટે કોઈ પણ બ્રોડબેન્ડ કે પછી Wi-Fiની જરૂર નહીં પડે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરકાર હાલ Li-Fi પર કામ કરી રહી છે.અને ટેસ્ટિંગ પછી તેને ઉપયોગમાં લેવામાં આવશે. હાલ IT વિભાગ Li-Fi ટેકનોલોજી પર પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે જેમાં 10 gbps સ્પીડથી ડેટા ટ્રાન્સમિટ કરવા led બલ્બ અને લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. Li-Fiની કનેક્ટિવિટી રેન્જ પણ Wi-Fiની સરખામણીમાં વધારે છે. Li-Fi લગભગ 1 કિમી સુધીની રેન્જ હોય છે.

  • શું છે Li-Fi ટેકનોલોજી?

Li-Fiનું આખુ નામ Light Fidelity છે. Li-Fi ટેકનોલોજી Wi-Fi પછીની લેટેસ્ટ ટેકનોલોજી છે જે કનેક્ટવિટીમાં Wi-Fi કરતા 100 ગણી વધુ ઝડપી હયો છે. Li-Fi LED બલ્બથી કામ કરે છે. Li-Fi ટેકનોલોજીમાં ઘરમાં લગાવામાં આવેલા LED બલ્બ હાઈસ્પીડ ડેટા ટ્રાન્સમિટ કરશે. આના માટે કોઈ પણ બ્રોડબેન્ડ કે પછીWi-Fiની જરૂર નહીં પડે. Li-Fi ટેકનોલોજીને ગ્રીન ટેકનોલોજી પણ કહેવામાં આવે છે.

  • કેવી રીતે કામ કરશે Li-Fi ટેકનોલોજી?

દરેક ઘરમાં LED લાઈટ હોય છે. Li-Fiના ઉપયોગ દરમિયાન LED લાઈટ એક હોટસ્પોટ ડિવાઈસ બની જશે, અને ત્યારપછી કોઈ પણ મશીન સાથે કનેક્ટર કરી શકાશે. હોસ્પિટલની વાત કરીએ તો કોરોના વોર્ડમાં દર્દીઓના વેન્ટિલેટરનો ડેટા, પલ્સ, ટેમ્પ્રેચર ડેટા સહિતની માહિતી મોનીટર આઈસોલેશન વોર્ડમાં ગયા વગર જ તેનો ડેટા લાઈટના માધ્યમથી એક ઈન્સ્ટ્રુમેન્ટથી બીજા ઈન્સ્ટ્રુમેન્ટમાં ઓટોમેટિક સેન્ડ થઈ જાય છે. આ ડેટા LED લાઈટના માધ્યમથી સેન્ડ થાય છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: