લક્ષ્યનો પીછો કરતા ઉમરાન મલિકનો એક બોલ પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલની પાંસળીમાં વાગ્યો. આ બોલ લગભગ 143 KPHની ઝડપે હતો. બોલ વાગ્યા બાદ મયંક મેદાન પર ઢળી પડ્યો હતો અને ઘણા સમય સુધી મેચ અટકાવી પડી. શાહરૂખ ખાનના આઉટ થયા બાદ પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલ 7મી ઓવરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતર્યા. ઉમરાન મલિકે તેનુ સ્વાગત શૉર્ટ બોલથી કર્યુ. બોલની ઝડપને મયંક અગ્રવાલ સમજી શક્યા નહીં અને બોલ સીધો તેમની પાંસળીમાં વાગ્યો. જો કે, દુ:ખાવો થતાં મયંકે એક રન તો લીધો પરંતુ ત્યારબાદ તેઓ મેદાન પર ઢળી પડ્યા. ફીઝીયોએ આવીને તેમની પાંસળી જોઈ અને થોડી વાર બાદ જ્યારે ખેલાડીને સારું મહેસૂસ થયુ તો તેઓ પાછા રમવા લાગ્યા. બીજી ઓવરમાં મયંક મોટો શૉટ મારવાના પ્રયાસમાં તેઓ આઉટ થયા. સનરાઈઝર્સના ખેલાડીઓમાં પ્રેરણાનો અભાવ વાત મુકાબલાની કરીએ તો અર્શદીપ સિંહે ભારતીય ટીમમાં પસંદગીની ઉજવણી બોલિંગની સાથે મનાવીને ચાર ઓવરમાં માત્ર 25 રન આપ્યાં. તો હરપ્રીત બરારે ચાર ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ લીધી. તેમણે પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી અને એડેન માર્કરામને પેવેલિયન મોકલ્યો. ચાર ક્વોલિફાયર ટીમ નક્કી થઇ ગઇ છે. પરંતુ આ મેચ ઔપચારિકતાને કારણે બચી છે. સનરાઈઝર્સની ટીમ ખૂબ થાકેલી હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે અને ખેલાડીઓમાં પ્રેરણાનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો. સનરાઈઝર્સ માટે આ સત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બેટ્સમેન અભિષેક શર્માએ એક વખત સારી શરૂઆત કરી. પરંતુ તેને મોટી ઈનિંગમાં બદલી શક્યા નહીં. તેમણે 32 બોલમાં 43 રન બનાવ્યાં.
ક્રિકેટ/ ઉમરાન મલિકે બંદૂકની ગોળી માફક બોલ ફેંક્યો અને ખેલાડીના છાતીના પાટિયા બેસાડી દીધા
Tags:
#ગુજરાત
Related News Stories
એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક
ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું
દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ
દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...
