Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

હવે વોટ્સએપમાં જ મળશે DL અને PAN કાર્ડ, આ રીતે DigiLocker સેવાનો કરો ઉપયોગ, સ્ટેપ બાય સ્ટેપ શીખો પ્રોસેસ

હવે યુઝર્સ પોતાના ફોનમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશે. આ માટે તેમને DigiLocker એપ્લિકેશન અથવા વેબસાઇટને ઍક્સેસ કરવાની જરૂર રહેશે નહીં. યુઝર્સે આ માટે MyGov હેલ્પડેસ્ક ચેટબોટની મદદ લેવી પડશે.MyGov હેલ્પડેસ્ક અને વોટ્સએપએ મળીને ડિજીલોકરની આ સેવા આપી છે. WhatsApp પર DigiLocker સેવાને ઍક્સેસ કરવા માટે તમારે પહેલા +91-9013151515 નંબરને સેવ કરવો પડશે.આ પછી તમારે આ નંબર પર DigiLocker લખીને WhatsApp કરવું પડશે. યુઝર્સ તેના પર નવું એકાઉન્ટ પણ બનાવી શકે છે. જો તમારી પાસે પહેલેથી જ DigiLocker એકાઉન્ટ છે તો તમે તેને આધાર નંબર દ્વારા એક્સેસ કરી શકો છો.તમારા રજિસ્ટર્ડ આધાર નંબર પર OTP આવશે જેના દ્વારા તમે એકાઉન્ટ વેરીફાઈ કરી શકો છો. DigiLockerની આ સેવા સાથે તમે ફોન પર PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ જેવા દસ્તાવેજો પણ ડાઉનલોડ કરી શકો છો. તમને જણાવી દઈએ કે MyGov હેલ્પડેસ્ક સેવા વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી. આના દ્વારા, COVID-19 ડોક્યુમેન્ટ પણ ડાઉનલોડ કરી શકાય છે. હવે આના પર તમને DigiLockerની સેવા પણ મળશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: