વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર તળેટી ખાતે યોજાશે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન અંગે અંબાજી મંદિર પરિસર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, ૫૧ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે.આ બેઠક દરમિયાન વિવિધ સમિતિઓના અધિકારીશ્રીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે ચોકસાઈ પૂર્વક થાય અને સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમ્યાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી આર. કે. પટેલ, વ્યવસ્થાપક એજન્સીઓ સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા માટે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓની બેઠક મળી
Tags:
#૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર તળેટી ખાતે યોજાશે#a meeting of officials was held under the chairmanship of Collector Shri Anand Patel.#For the arrangement of Shakti Peeth Parikrama Mahotsav at Ambaji#અંબાજી ના સમાચાર#આજ અન સમાચાર#ગુજરાત ના સમાચાર#પાલનપુર ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર ]#લોકલ સમાચાર#વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
