લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

ખેડુતો માટે ખુશીના સમાચાર : નર્મદા ડેમની જળસપાટી 118. 15 મીટરે પહોંચી

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં હાલ ઉનાળામાં 118.15 મીટરે પહોંચતા ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. જેમાં ઉપરવાસના ડેમો માંથી પાણી ની આવક થઈ રહી છે અને આગામી દિવસોમાં પણ નર્મદા ડેમમાં પાણીની આવક થવાના સમાચાર મળી રહ્યા છે.. ઉનાળામાં 10 હજાર મિલિયન ક્યુબિક મીટર પાણી નર્મદા ડેમ માટે ઉપરવાસમાંથી છોડવાનું હોય છે તે હાલ કટકે કટકે છોડાઈ રહ્યું છે. વર્ષ 2022 ના ઉનાળાની શરૂઆત જ થઇ છે. તેવામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જળસંગ્રહ ઘટી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં 16.48 ટકા પાણીનો સંગ્રહ છે.મધ્ય ગુજરાતમાં 50.69 ટકા જળ સંગ્રહ છે..દક્ષિણ ગુજરાતમાં સહુથી વધુ 69.89 ટકા જળ સંગ્રહ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 47.79 ટકા અને કચ્છમાં 23.65 ટકા જળ સંગ્રહ છે. ત્યારે ગુજરાત માટે ખુબજ સારી બાબત એ છે કે સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી નર્મદા બંધના ઇતિહાસમાં એપ્રિલ માં સહુથી વધુ એટલે કે 118.15 મીટર છે અને જળ સંગ્રહ 953.76 મિલિયન ક્યુબિક મીટર છે.

જો આગામી દિવસોમાં ચોમાસુ લંબાય તો પણ નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે પીવા અને વાપરવાના પાણી માટે સક્ષમ છે. આગામી ઉનાળામાં ગુજરાતમાં પીવા અને વાપરવા કે સિંચાઈ માટે કોઈ તકલીફ નહીં પડે એમ કહેવાય.જોકે ઉપરવાસમાં આવેલા ઇંદિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ હોવાને કારણે હજી પણ નર્મદા બંધમાં પાણીની આવક સતત થઇ રહી છે જે પણ નર્મદા બંધ માટે એક સારા સમાચાર છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • ઓક્ટોબર 4, 2026

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
ગુજરાત • મે 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
ગુજરાત • માર્ચ 29, 2026

નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ

નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: