Live Sat, Nov 14, 2026
Rajkot • 31°C Sunny

દિયોદર પંથકમાં 15 વર્ષની સગીરાનું અપહરણ, 10 દિવસ બાદ પણ ભાળ નહીં

દિયોદર પંથકમાં 15 વર્ષની સગીરાનું અપહરણ, 10 દિવસ બાદ પણ ભાળ નહીં

પરિવારજનોની માંગ – આરોપીને તાત્કાલિક ઝડપી સગીરાને સુરક્ષિત પરત લાવો

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકોના કોટડા (ફો) ગામે 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી લઈ જવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ઘટનાને દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સગીરાની હજુ સુધી કોઈ ભાળ ન મળતાં પરિવારજનો ચિંતિત બન્યા છે.

મળતી માહિતી અનુસાર, કોટડા (ફો) ગામે રહેતી સગીરાને ગામના જ અલ્પેશજી રમેશજી ઠાકોર નામના ઇસમે લગ્ન કરવાની લાલચ આપી ઘરે થી ફોસલાવી લઈ જવાનો આરોપ છે. ઘટનાને પગલે સગીરાના પિતાએ તારીખ 2 ફેબ્રુઆરી, 2026ના રોજ દિયોદર પોલીસ મથક(diyodar police station) ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 137(2) તથા 87 હેઠળ અપહરણનો ગુનો દાખલ કર્યો છે. છતાં પણ દસ દિવસ વીતી જવા છતાં સગીરાની કોઈ માહિતી સામે આવી નથી.

પરિવારજનોએ પોલીસ તંત્ર પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. “અમારી દીકરીને સુરક્ષિત પરત લાવવામાં આવે અને આરોપીને ઝડપથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે,” તેવી લાગણીસભર અપીલ પરિવારજનોએ કરી છે.

ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ પોલીસ તંત્ર પાસે ઝડપી પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. હવે સગીરાની સુરક્ષિત વાપસી અને આરોપીની ધરપકડ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નાના કાપરા બનશે આસ્થાનું કેન્દ્ર! 50 લાખ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાશે સનાતન મહાસ્નાન પર્વ Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 14, 2026

નાના કાપરા બનશે આસ્થાનું કેન્દ્ર! 50 લાખ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાશે સનાતન મહાસ્નાન પર્વ

11થી 17 ફેબ્રુઆરી 2027 સુધી સનાતન મહાસ્નાન પર્વ અને સાત દિવસીય ભાગવત કથા; દેશભરના સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય ધાર્મિક મહોત્સ વાવ-થરાદ જિલ્લામાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. નાના કાપરા...
સોનેથ નજીક નર્મદા કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું, પંથકમાં ચકચાર Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 13, 2026

સોનેથ નજીક નર્મદા કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું, પંથકમાં ચકચાર

કેનાલમાં તરતું શિશુ જોઈ ગ્રામજનો દોડી આવ્યા; બહાર કાઢી 108 મારફતે સુઈગામ આરોગ્ય કેન્દ્ર...
થરાદ પોલીસની મોટી સફળતા! ખોડા ચેકપોસ્ટ પરથી રૂ.3.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Nov 13, 2026

થરાદ પોલીસની મોટી સફળતા! ખોડા ચેકપોસ્ટ પરથી રૂ.3.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

ટ્રેલરમાંથી દારૂની 60,444 બોટલો મળી; પંજાબના ડ્રાઈવરની ધરપકડ, ક્લીનર સામે પણ કાર્યવાહી વાવ-થરાદ વાવ-થરાદ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: