Live Fri, Nov 13, 2026
Rajkot • 31°C Sunny
📍 વાવ થરાદ

વિકાસના દાવાઓ વચ્ચે વાવ-થરાદનું પીપળીયા ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત!

વિકાસના દાવાઓ વચ્ચે વાવ-થરાદનું પીપળીયા ગામ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત!

150થી વધુ પરિવારોની વસતી ધરાવતા ગામમાં ન પીવાનું પાણી, ન વીજળી, ન શાળા કે આંગણવાડી; જમીનમાં ખાડા ખોદીને પાણી મેળવવા મજબૂર ગ્રામજનો

વાવ-થરાદ ( Vav Tharad : એક તરફ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના દાવાઓ થઈ રહ્યા છે, ગામે ગામ વિકાસ પહોંચાડવાની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ વાવ-થરાદ જિલ્લાના એક ગામની વાસ્તવિકતા વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા કરી રહી છે. આ ગામમાં આજે પણ પીવાનું પાણી, વીજળી, શાળા અને આંગણવાડી જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. ગામના લોકોને પીવાનું પાણી મેળવવા માટે જમીનમાં ખાડા ખોદીને પાણી કાઢવું પડે છે.

આ ગામનું નામ છે પીપળીયા ( PIPLIYA), જે રાધાનેસડા નજીક આવેલું છે.પીપળીયા ગામમાં આશરે 150 પરિવારો વસવાટ કરે છે. વર્ષો વીતી ગયાં હોવા છતાં ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ યથાવત્ છે.

ગામમાં ન તો વીજળીની વ્યવસ્થા છે, ન પીવાના પાણીની સુવિધા છે અને ન તો બાળકો માટે સરકારી શાળા કે આંગણવાડીની વ્યવસ્થા છે. ગામમાં જવા-આવવા માટે પણ પાકા રસ્તાની સુવિધા ન હોવાની ગ્રામજનોની ફરિયાદ છે.

પીવાનું પાણી મેળવવા જમીનમાં ખાડા ખોદવાની નોબત ,વીજળી વગર અનેક પરિવારોનું જીવન ( Forced to dig pits in the ground to obtain drinking water; many families living without electricity.)

પીપળીયા ગામની સૌથી ગંભીર સમસ્યા પીવાના પાણીની છે. સામાન્ય રીતે ગામડાંઓમાં બોર કે પાણીની ટાંકી દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ પીપળીયામાં આવી કોઈ વ્યવસ્થા ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. પરિણામે ગામના લોકોને જમીનમાં વેરી બનાવી એટલે કે ખાડા ખોદીને પાણી મેળવવું પડે છે.

પાણી જેવી જીવનજરૂરી સુવિધા માટે પણ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સરકારની જ્યોતિગ્રામ યોજના સહિતની યોજનાઓ દ્વારા ગામડાંઓમાં વીજળી પહોંચાડવાની વાતો કરવામાં આવે છે, પરંતુ પીપળીયા ગામમાં હજુ સુધી વીજળી પહોંચી ન હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. ગામમાં વીજ થાંભલા પણ લગાવવામાં આવ્યા નથી. આધુનિક યુગમાં પણ વીજળી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેવું પડે તે ગામની સ્થિતિ દર્શાવે છે.

બાળકોના શિક્ષણનો સવાલ, ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે ચૂંટણી સમયે વાયદા, પછી કોઈ જોવા પણ આવતું નથી! (When it comes to children’s education, they have to travel three kilometers; promises are made during election time, but afterwards, no one even comes to check!)

ગામમાં શાળા કે આંગણવાડી ન હોવાથી નાના બાળકોના શિક્ષણનો પ્રશ્ન પણ ગંભીર બન્યો છે. ગામનાં બાળકોને અભ્યાસ માટે આશરે ત્રણ કિલોમીટર દૂર બીજા ગામમાં જવું પડે છે. નાના ભૂલકાઓ માટે આંગણવાડીની પણ કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

બાળકોને ગામમાં જ શિક્ષણની સુવિધા મળે તેવી ગ્રામજનોની માંગ છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર ચૂંટણી સમયે નેતાઓ ગામમાં આવે છે, મત માગે છે અને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના વાયદા કરે છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમની સમસ્યાઓના ઉકેલ માટે કોઈ નક્કર કામગીરી થતી નથી. અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણી, વીજળી અને શિક્ષણ જેવી સમસ્યાઓનો ઉકેલ આવ્યો ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

સરકાર સમક્ષ ગ્રામજનોની પાયાની સુવિધાઓની માંગ ( Villagers’ demand for basic amenities from the government )

ગ્રામજનોની સરકાર સમક્ષ એક જ માંગ છે કે પીપળીયા ગામમાં તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, વીજળી પહોંચાડવામાં આવે અને બાળકો માટે શાળા તથા આંગણવાડી શરૂ કરવામાં આવે. સાથે જ ગામને પાકા રસ્તા સાથે જોડવામાં આવે જેથી વર્ષોથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે

.એક તરફ મેટ્રો ટ્રેન, આધુનિક ટેક્નોલોજી અને વિકાસનાં અનેક પ્રોજેક્ટની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ પીપળીયા જેવા ગામમાં લોકો હજુ પણ પાણી અને વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. વિકાસની સાચી કસોટી માત્ર મોટા પ્રોજેક્ટ નહીં, પરંતુ છેવાડાના ગામના સામાન્ય નાગરિક સુધી પાયાની સુવિધાઓ પહોંચે તેમાં રહેલી છે.

હવે સવાલ એ છે કે વર્ષોથી રજૂઆતો કરતા પીપળીયા ગામના લોકોની વેદના તંત્ર અને સરકાર ક્યારે સાંભળશે? શું આ ગામ સુધી વિકાસ પહોંચશે કે પછી ગ્રામજનોને હજુ પણ પાયાની સુવિધાઓ માટે રાહ જોવી પડશે?

Share Story: Facebook 𝕏 Post Telegram
ધ

ધ્રુપલ જ\કલાલ ( જયસ્વાલ )

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદના રામજી મંદિરે સ્નેહમિલનમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ઝલક Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 10, 2026

થરાદના રામજી મંદિરે સ્નેહમિલનમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ઝલક

ભગવાન શ્રીરામને 56 ભોગનો અન્નકૂટ ધરાવી મહાઆરતી કરાઈ; તમામ સમાજના આગેવાનો અને નગરજનોએ એકબીજાને...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: