Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા ના ચોટીલ ગામની દૂધ મંડળીને 25 દિવસ થી ખંભાતી તાળા , પશુપાલકો માં રોષ ભભૂકી ઉઠ્યો

  • ચોટીલ ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેનની મનમાની થી 200થી વધારે પશુપાલકો પરેશાન

વાવ તાલુકાના ચોટીલ ગામની અંદર આવેલ દૂધ મંડળી ને છેલ્લા 25 દિવસ થી બંધ કરી દેવામાં આવતા નાના મોટા પશુપાલન કરી જીવન જીવતા ખેડૂતો અત્યારે પરેશાન થઈ રહ્યા છે ચોટીલ ગામ ની અંદાજે ચાર હજાર ની જનસંખ્યા ધરાવતું ગામ છે જેમાં એક ખેડૂત દ્વારા ચાર ચાર પાંચ પાંચ પશુઓ રાખે છે જેમાં ગામના અંદાજે પાંચ હજાર પશુઓ ની સંખ્યા છે ચોટીલ ગામ ખાસ કરીને ખેડૂત વર્ગ ધરાવતું ગામ છે જોકે ગ્રામજનોના આક્ષેપો છે કે ડેરીના મંત્રી તેમજ ચેરમેન દ્વારા તેમની મનમાની ચલાવી ને આ ડેરી ચલાવવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો ચોટીલ ગામ ની આ ડેરીની સ્થાપના 1997માં કરવામાં આવી ત્યારથી લઈને આજ દિવસ સુધી ગ્રામસભા ડેરી ની અંદર ભરવામાં આવી નથી અને જ્યારે ગ્રામજનો દ્વારા ડેરી પાસે હિસાબ માંગવામાં આવ્યો ત્યારે ગ્રામજનો ને કોઇપણ જાતનો મંત્રી કે ચેરમેન દ્વારા હિસાબ આપવામાં આવતો નથી જેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જોકે આ બાબતે વધુ ડેરીના મંત્રી નો ટેલિફોનિક સંપર્ક કરાતા મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું

કે ગ્રાહકો દ્વારા હલકી કક્ષાનું દૂધ લાવવામાં આવે છે જેથી કરીને ઉચ્ચ કક્ષાએ સેમ્પલ લેવાયું હતું જેમાં હલકી કક્ષાનું દૂધ માલુમ પડતાં ડેરી બંધ કરવામાં આવી છે અને જે ગ્રાહક દ્વારા હલકી કક્ષાનું દૂધ લાવવામાં આવ્યું હતું તે ગ્રાહકના પગાર નું પેમેન્ટ તેમજ દૂધ વધારો અટકાવી દેવામાં આવ્યો છે જેવું જણાવવામાં આવ્યું હતું જોકે ડેરી ની અંદર રેગ્યુલર દુધ ભરાવતા  ગ્રાહક પટેલ કરશનભાઈ રવજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામની ડેરી ની અંદર ચેરમેન અને મંત્રી દ્વારા તેમની મનમાનીથી આ ડેરી ચલાવવામાં આવી રહી છે જેથી કરીને અમારે ગ્રાહકોને પરેશાન થવું પડી રહ્યું છે મારૂ રોજનું એક ટંકનું ૪૦ લીટર થી વધારે દૂધ હું ભરાવતો હતો પરંતુ આ ડેરી બંધ થતાં મારે અત્યારે ક્યાં જવું જોકે દૂધ આટલું બધું ક્યાં મૂકવું અને પશુઓને ઘાસચારો ક્યાંથી લાવી ને નાખવો જેથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ગંભીરતા નોંધ લઈને આ ડેરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી અમારી માગ છે અત્યારે તો ચોટીલ ગામના 200થી વધારે દૂધ ગ્રાહકો આ વિવાદને લઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: