Li-Fi ટેકનોલોજી Wi-Fi પછીની ટેકનોલોજી છે. જેની સ્પીડ Wi-Fi કરતા 100 ગણી વધુ છે. Li-Fi LED બલ્બથી કામ કરે છે. Li-Fi ટેકનોલોજીમાં ઘરમાં લગાવામાં આવેલા LED બલ્બ હાઈસ્પીડ ડેટા ટ્રાન્સમિટ કરશે. આના માટે કોઈ પણ બ્રોડબેન્ડ કે પછી Wi-Fiની જરૂર નહીં પડે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરકાર હાલ Li-Fi પર કામ કરી રહી છે.અને ટેસ્ટિંગ પછી તેને ઉપયોગમાં લેવામાં આવશે. હાલ IT વિભાગ Li-Fi ટેકનોલોજી પર પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે જેમાં 10 gbps સ્પીડથી ડેટા ટ્રાન્સમિટ કરવા led બલ્બ અને લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. Li-Fiની કનેક્ટિવિટી રેન્જ પણ Wi-Fiની સરખામણીમાં વધારે છે. Li-Fi લગભગ 1 કિમી સુધીની રેન્જ હોય છે.
- શું છે Li-Fi ટેકનોલોજી?
Li-Fiનું આખુ નામ Light Fidelity છે. Li-Fi ટેકનોલોજી Wi-Fi પછીની લેટેસ્ટ ટેકનોલોજી છે જે કનેક્ટવિટીમાં Wi-Fi કરતા 100 ગણી વધુ ઝડપી હયો છે. Li-Fi LED બલ્બથી કામ કરે છે. Li-Fi ટેકનોલોજીમાં ઘરમાં લગાવામાં આવેલા LED બલ્બ હાઈસ્પીડ ડેટા ટ્રાન્સમિટ કરશે. આના માટે કોઈ પણ બ્રોડબેન્ડ કે પછીWi-Fiની જરૂર નહીં પડે. Li-Fi ટેકનોલોજીને ગ્રીન ટેકનોલોજી પણ કહેવામાં આવે છે.
- કેવી રીતે કામ કરશે Li-Fi ટેકનોલોજી?
દરેક ઘરમાં LED લાઈટ હોય છે. Li-Fiના ઉપયોગ દરમિયાન LED લાઈટ એક હોટસ્પોટ ડિવાઈસ બની જશે, અને ત્યારપછી કોઈ પણ મશીન સાથે કનેક્ટર કરી શકાશે. હોસ્પિટલની વાત કરીએ તો કોરોના વોર્ડમાં દર્દીઓના વેન્ટિલેટરનો ડેટા, પલ્સ, ટેમ્પ્રેચર ડેટા સહિતની માહિતી મોનીટર આઈસોલેશન વોર્ડમાં ગયા વગર જ તેનો ડેટા લાઈટના માધ્યમથી એક ઈન્સ્ટ્રુમેન્ટથી બીજા ઈન્સ્ટ્રુમેન્ટમાં ઓટોમેટિક સેન્ડ થઈ જાય છે. આ ડેટા LED લાઈટના માધ્યમથી સેન્ડ થાય છે.