Live Fri, Nov 13, 2026
Rajkot • 31°C Sunny

ડીસામાં લોધા સમાજે ગરીબ પરિવારની દીકરીના ધામધૂમથી લગ્ન યોજાયા .

ડીસા : મહાવીર શાહ

લગ્ન ની સીઝન માં ચોમેર લગ્નનોની શરણાઈઓની ગૂંજ વચ્ચે ડીસાના લોધા સમાજના સકળ પંચે સમાજની એક ગરીબ પરિવારની દીકરીના ધામધુમથી લગ્ન કરાવી સમાજમાં પ્રેરણાદાઈ પહેલ કરી છે.

        કોરોનાના કપરા કાળમાં છેલ્લા બે વર્ષથી લગ્નની સીઝનને પણ ગ્રહણ લાગી ગયું હતું.તેથી લોકોને દીકરા – દીકરીના લગ્ન મોકૂફ રાખવાની ફરજ પડી હતી પરંતુ હવે કોરોનાનું જોર ઘટતાં સરકારે પણ તહેવારો સહિત લગ્નો માટે શરતો પર છૂટછાટો આપી છે. તેથી દિવાળીની રંગેચંગે ઉજવણી બાદ હવે લગ્નોની સીઝન ખુલી છે. જેને લઈ ઠેરઠેર લગ્નોના માંડવડા સાથે વરઘોડા નજરે પડી રહ્યા છે. ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના પણ ધંધા -રોજગાર અર્થે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના તાલુકા ના ડીસા મથક ખાતે સ્થાઈ થયેલા લોધા સમાજના સકળ પંચે સમાજના અતિ ગરીબ મહેશભાઈ દયારામભાઈ લોધાની દીકરીના લગ્ન સમણવા નિવાસી દિલીપભાઈ અમરસિંહ લોધાના દીકરા સાથે ધામધૂમથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હરહર મહાદેવના મંદિરમાં યોજી સમાજમાં દાખલો બેસાડ્યો હતો.જેમાં સમાજના લોકોએ કરિયાવર સહિતનો તમામ ખર્ચ ઉઠાવી વર વધુને વિવિધ ભેટ- સોગાદો પણ આપી હતી.ત્યારે ભાવવિભોર ગરીબ પરિવારમાં હર્ષાશ્રુ ઉમટી પડ્યા હતા.લોધા સકળ પંચના આ નિર્ણયને હર કોઈએ વધાવી લીધો હતો અને અન્ય સમાજો પણ તેમાંથી પ્રેરણા લે તેવું આહવાન કર્યું હતું.

Tags: #In December#the Lodha community celebrated the marriage of the daughter of a poor family.ગુજરાત#ગુજરાત ના સમાચારો#ગુજરાત માં ચોરી ના બનાવો#ચોર ઝડપાયો#ડેલી ના સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ હાઈવે પર ડફેર ગેંગ ઝડપાઈ ..#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર #suigam#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સુઈગામ ના સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: