Live Sat, Nov 14, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા GRD ભરતી માં બેરોજગાર યુવકો નું ધોડાપુર ઉમટ્યું ,૬૦૦ ની ભરતી સામે ૬૦૦૦ ફોર્મ,પોલીસે લાઠીચાર્જ કર્યો

ગુજરાતમા એક તરફ LRD-PSI ભરતી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ બનાસકાંઠા ના  પાલનપુર ખાતે  GRD ભરતી વિવાદમાં આવી છે. સરકારી નોકરીની આશાએ આવેલા નવયુવાનો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં GRD ભરતીના ઉમેદવારોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતું. પાલનપુરમાં હજારોની સંખ્યામાં આવેલી યુવાનો વચ્ચે ધક્કામૂક્કી સર્જાઈ હતી. જેથી પોલીસ જવાનોએ ભીડને કાબૂમાં લેવા માટે યુવાનો પર લાઠી ચાર્જ પણ કર્યો હતો. પાલનપુરમાં આજે GRD ભરતી મેળો યોજાયો હતો. જેમાં 600 જગ્યા માટે 6 હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં યુવાનો ઉમટતા સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. કોઈ પણ પ્રકારના આયોજન વગર તંત્ર દ્વારા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.

એક તરફ બેરોજગારોનો મેળો જામ્યો હતો, અને વ્યવસ્થાના અભાવે તંત્ર ઊંઘતું ઝડપાયુ હતું. સવાલ એ છે કે, શું ભરતીની જાહેરાત કરી તો તંત્રને વ્યવસ્થાની ખબર નહોંતી. તંત્ર દ્વારા વ્યવસ્થા ન કરાઈ, તો બેરોજગારો પર લાઠી ઉઠાવવાની શુ જરૂર હતી. આમ, કોરોના ખતરા વચ્ચે તંત્રી ઘોર બેદરકારીની બોલતી તસવીર સામે આવી છે. વસ્થાના અભાવે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા યુવાનોની ધક્કામુક્કી થઈ હતી. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે ઉમેદવારો પર લાઠી ચલાવી હતી. પોલીસ જવાનો ભીડ પર લાઠી વરસાવી રહ્યાં છે તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પણ સવાલ એ છે કે, બેરોજગારો પર આવી રીતે અત્યાચાર કરવો કેટલો યોગ્ય છે. નોકરીની શોધમાં ભટકતા યુવકો આશાનુ કિરણ લઈને અહી આવ્યા છે. એક તરફ સરકારી નોકરીમાં ભરતી અને બીજી તરફ ઉમેદવારો પર  લાઠીચાર્જ, ત્યારે શુ સરકાર આ રીતે નોકરી આપશે જેવી ચર્ચા એ જોર પકડ્યું છે .

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: