સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે ગત રોજ એક વિડીઓ વાયરલ થયો હતો. જેમાં વાવ મહેશ ભગત ઉર્ફે બટુક મોરારી નો વિડીઓ વાયરલ થયો હતો જેમાં બટુક મોરારી બાપુ એ ગુજરાત ના મુખ્ય મંત્રી પાસે ૧ કરોડ ની માંગણી કરી હતી જેમાં ૧ રૂપિયો ઓછો નહિ લેવાની અને ૫ તારીખ સુધી પહોચાડી દેવા તેમજ ના પહોચાડવા માં નહિ આવેતો તો મુખ્ય મંત્રી ને અકસ્માત માં મારી નાખવાની પણ ધમકી આપી હતી .વિડીઓ વાયરલ થયા બાદ ગુજરાત પોલીસ હરકત આવી અને બટુક મોરારી બાપુ શોધખોળ હાથ ધરી હતી જેમાં બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના સૂચન અને માર્ગદર્શન હેઠળ વાવ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ (lcb) ના અધિકારીઓ ના સયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવા માં આવ્યું હતું જેમાં બાતમી હકીકત ના આધારે રાજસ્થાન રેવદર નજીક ઝડપી પાડવામાં આવ્યો હતો બટુક મોરારી બાપુ ને ગુજરાત લાવવામાં આવશે તે બાદ પોલીસ ગુનો નોધી તપાસ હાથ ધરશે ..