વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં હદયરોગના હુમલાથી અવસાન પામેલા હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા દેવજીભાઈ ત્રિકમ પટેલના પરિવારને રૂ. 1,16,600 ની સ્વનિધિ સહાય અર્પણ કરી હતી.

દેવજીભાઈ પટેલ લાંબા સમયથી હોમગાર્ડ તરીકે વાવ સિવિલ કોર્ટ ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર તેમજ પોલીસ વિભાગમાં શોકની લાગણી વ્યાપી હતી. આવી દુઃખદ પરિસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા એકત્રિત કરાયેલ સ્વનિધિ સહાય પરિવારજનોને અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પરિવારને સાંત્વના પાઠવી દેવજીભાઈની સેવાઓને યાદ કરી હતી. પોલીસ પરિવારના આ સહયોગી અભિગમને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.