ગ્રામ પંચાયતના કમ્પ્યુટર સાહસિક (વીસીઈ) સાથે સમાન કામ સમાન વેતન અને લઘુતમ વેતન ધારાનો ભંગ થતો હોઈ તેઓને અપાતી કમિશન પ્રથા બંધ કરાવી તેઓને ફિકસ વેતનથી નિમણુંક આપી સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની રજૂઆત સાથે વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા વર્ષ 2016થી પોતાની વિવિધ માગણીઓ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.તેમજ પંચાયત મંત્રીને પણ તા. 21/10/2021ના રોજથી હડતાળ કરવાની રજૂઆત કરેલી જેથી પંચાયત મંત્રી દ્વારા તા. 20/10/2021ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ. ત્યારબાદ તા. 27/10/2021ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવતા મુખ્યમંત્રી દ્વારા પગાર ધોરણની માંગણીનું નિરાકરણ કરવા વીસીઇ મંડળને બાહેધરી આપી હતી. છતાં આજદિન સુધી આ બાંહેધરીનો અમલ કરવામાં આવ્યો નથી. આ બાબતે તેઓના અધિકારોનો ભંગ થતો હોઈના છૂટકે વીસીઇ મંડળને અચોક્ક્સ મુદતની હડતાળ કરવાની ફરજ પડે છે, ત્યારે ઉપરોકત માગણીઓ વ્યાજબી હોઈ આ અંગે અગાઉ પણ વારંવાર ગુજરાત વિધાનસભામા પણ કરેલ હોઈ તેઓને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત તેઓએ કરી હોવાનું જણાવ્યું હતું.
ગ્રામપંચાયત ના વીસીઈ ને ફિક્સ પગારથી નિમણુંક કરવા વાવ ધારાસભ્યે રજૂઆત કરી
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#ગુજરાત#થરાદ વાવ#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#વાવ#વાવ તાલુકા ના સમાચાર#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના ગામડા ઓ ના સમાચાર#વાવ ના સમાચાર#વાવ સુઈગામ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
