આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ ગ્રામપંચાયતમાં ઈ શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને લઈને શ્રમિકો માટે યુવિન કાર્ડ , ઈ નિર્માણ કાર્ડ,વગેરે બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા ઈ શ્રમ કાર્ડ દ્વારા તમામ માહિતી આપવામાં આવી રહી છે.ત્યારે આજે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં પણ ઈ શ્રમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનું આયોજન તલાટી કમ મંત્રી બળવતભાઈ રાણા અને સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં થેરવાડા ગામમાં રહેતા શ્રમયોગી લોકોએ ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં ઈ શ્રમ કાર્ડએ ઘરની કામવાળી બહેનો, નોકર, પોતાની દુકાન તેમજ આજુબાજુની દુકાનોમાં કામ કરતા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ, સેલ્સ બોય, રીક્ષાચાલક, લારીવાળાઓને આ કાર્ડના આધારે 2 લાખનો મફતમાં વીમો આપવામાં આવે છે.
ડીસા તાલુકાના થેરવાડા ગામે ઈ શ્રમ કેમ્પ યોજાયો
Tags:
#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai india#yeh hai news india#yeh hai news india 2020#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#થેરવાડા ગામે ઈ શ્રમ કેમ્પ યોજાયો#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
