ડીસા શહેરમાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં ડીસા શહેરમાં ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક ચોરીની નાની મોટી ઘટનાને અંજામ આપી રહી છે ડીસા માં મધ્યમાં આવેલ શોપિંગ સેન્ટર માં આવેલી વકીલ ની બન્ધ ઓફિસ ને તસ્કરો એ નિશાન બનાવી હતી અને દરવાજો તોડી ઓફિસમાં પડેલા સવાલાખ ની રોકડ ની ચોરી કરી જતા આ મામલે વકીલે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ડીસા માં જજીશ બગલા આગળ આવેલા ખુશ્બૂ શોપિંગ સેન્ટર ના ટોપ ફ્લોર ઉપર હીનાબેન ઠકકર અને ગંગારામભાઈ પોપટ ની વકીલાત માટે ની ઓફિસ આવેલી છે.જેઓ ઓફિસ બન્ધ કરી પોતાના ઘરે ગયેલા હતા.જે બાદ ઓફિસ માં કામ હોય ઓફિસ ઉપર આવ્યા હતા જોકે ત્યાં પ્રવેશતા જ ઓફિસ નો મુખ્ય દરવાજો ખુલો હતો અને તાળું તૂટેલું જોઈ હીનાબેને વકીલ ગંગારામભાઈ અને કિશોરભાઈ ને ઓફિસે બોલાવેલ અને ઓફિસ માં તપાસ કરતા ઓફિસ ના ટેબલ ના ડ્રોવર માં રાખેલા ૧,૨૫,૦૦૦ ની રોકડ ગાયબ હતી જેથી આ મામલે વકીલ હીનાબેન જમનલાલ ઠક્કરે ડીસા દક્ષિણ પોલીસ મથકે રૂપિયા ૧,૨૫,૦૦૦ ની ચોરી બાબતે અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ડીસા માં વકીલ ની બંધ ઓફિસ માંથી સવાલાખ રોકડ ની ચોરી
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
