બનાસકાંઠા ના થરાદ માં વિજય બિઝનેસ શોપિંગ સેન્ટર માં ગત રોજ રાત્રી ના સમયે તસ્કરો એ ત્રણ દુકાનોને ટાર્ગેટ બનાવી હતી જેમાં તસ્કરોએ દુકાનોના તાળા તોડ્યા, પણ બે મોબાઈલની દુકાનનો સેન્ટ્ર લોક ન ખૂલતા ચોરીનો પ્લાન નિષ્ફળ થતા બાજુ આવેલ હરસિદ્ધિ કિરાણા નામની દુકાન નું તાળું તોડી દુકાન ના કાઉન્ટર માથી 140 રૂપિયાની ચોરી કરી હતી જેમાં ચોર કેટલો ઈમાનદાર 150 માંથી 10 રૂપીયા છોડીને ગયો હતો તેમજ થરાદના વિજય બિઝનેસ શોપિંગ સેન્ટરની દુકાનો માંથી તસ્કરો ને કોઈ પણ મોટી રકમ મળી ન હતી.આમ આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાન માલિકે થરાદ પોલીસ સ્ટેશન જાણ કરાતા પોલીસ ધટના સ્થળે આવી પહોચી તપાસ હાથ ધરી છે વધુ માં અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધીએ દુકાનદાર સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે 6 માસ પહેલા થરાદ માં તસ્કરોનો ત્રાસ વધી જતા વેપારીઓ સજાગ થઈ કાઉન્ટરમાં રોકડ રકમ રાખવાનું બંધ કરી દેતા.આજે ફરીથી તસ્કરો ત્રાટકતા તસ્કરોને કોઈ પણ મોટી રકમ મળી નથી એવું દુકાનદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું ..
થરાદના વિજય બિઝનેસમાં તસ્કરો એ ત્રણ દુકાનોને ટાર્ગેટ બનાવી
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#થરાદના વિજય બિઝનેસમાં તસ્કરો એ ત્રણ દુકાનોને ટાર્ગેટ બનાવી#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
