પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વાઘાભાઈ પટેલ અને મંત્રી મફાભાઈ દેસાઈ સહિત અન્ય દસ થી પંદર ખેડુતો એ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થી ડિસા હાઇવે રોડ ઉપર વાહનો રોકી ને રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો પરંતુ સમગ્ર ઘટના અંગે શિહોરી પોલીસ ને જાણ થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ને વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિત દસ જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને શિહોરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જોકે ભારતીય કિસાન સંઘના પ્રદેશ કારોબારી સમિતી ના સભ્યો એ ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હવે સમગ્ર ગુજરાત માં ખેડૂતોને વીજબીલ અને મીટર પ્રથા નાબૂદ કરવા સહિત અન્ય મુદ્દાઓ અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે બાંયો ચડાવી દીધી છે અને ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે હવે સરકાર તરફથી નિર્ણય લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વાઘાભાઈ પટેલ ની આગેવાની હેઠળ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું જોકે શિહોરી પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યા હતા..
કાંકરેજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા શિહોરી ડિસા હાઇવે રોડ ઉપર ચક્કાજામ કરતાં પોલીસે અટકાયત કરી
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
