ગાંધી બાપુના ગુજરાત પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે બનાસકાંઠા જીલ્લા lcb દ્વારા અવાર નવાર દારૂ નો ઝથ્થો ઝડપાઈ રહ્યો છે જીલ્લા પોલીસ વડા ના આદેશ અનુસાર એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી નં. GJ.01.RP.8046 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી થરાદ તરફથી આવી અત્રે મોરીખા ગામ રોડ ઉપર થઇ આગળ જનાર છે.” જે બાતમી હકીકત આધારે ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક દેથળી ગામ તળાવ પાસે એક બાવળની ઝાડીમાં તેના કબ્જાની ગાડી મુકી ઝાડીમાં ભાગી ગયેલ અને ગાડીમાંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ/બીયર ટીન મળી કુલ નંગ-૩૭૮ કિ.૩.૮૯,૮૧૧/- તથા સ્વીફટ ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલમુદ્દામાલ કિ.રૂ.૪,૮૯,૮૧૧/- ની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન દેથળી ગામ તળાવ પાસે ગાડી મુકી ભાગી જનાર વિરૂધ્ધ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે છેલ્લા ૧ માસ માં વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જીલ્લા એલસીબી ની ટીમે લાખો દારુ ઝડપી પાડતા વાવ પોલીસ ની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે
વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જીલ્લા એલ.સી.બી એ રૂ.૪,૮૯,૮૧૧/- દારુ ઝડપાયો
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
