Live Sat, Nov 14, 2026
Rajkot • 31°C Sunny

જીવનમાં આવેલ ફાનસ નું અંજવાળું લોકોના જીવન ને પ્રકાશિત કર્યું

આ ફાનસ નો પણ એક સમયે વટ હતો.ઘર મા લગભગ ૫/૬ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, એક ઓસરી એ, અને એક નવ પરણેતર ને ઓરડે.બાકી ના ડામચિયો હોય ત્યાં બધાની લાઇનમાં પથારી થઇ જાય. સૌ સુઇ જાય સન્નાટો લાગે એટલે ફુંક મારી ઓલવાય જાય. રસોડે પણ રસોઇ પૂરતું રખાતુ હોય સાંજ ના સમયે .પણ બાકીના ફાનસો …કેરોસીન અને વાટો બધાની ચેક કરી રખાતા .ફાનસ ના ફોટા રોજ સાંજે ચુલા ની રાખ થી સાફ થતા. ચકચકિત આરપાર ચહેરો દેખાય એવા.ત્યારે મોંઘા લીકવીડ નોતા. બીગબઝાર પણ કયા હતી? છતા સારી સફાઇ થતી .સ્ત્રી નુ રુટીન હતું સવાર થી રાત સુધીનું .છતા થાક હતોજ નહી.ફાનસ ના આછા અજવાસ મા ગભાણ મા ગાયો ભેંશો ને નીણ પણ નંખાતું .ઓસરી એ પંગત પડે ત્યારે બે બાજુ એક એક ફાનસ ગોઠવતા. એ પ્રકાશ મા સરસ ઢીલી ખીચડી ઘી થી લસપસતી. કઢી હોય. રોટલા રોટલી, લોટવાળા મરચાં , કોઇ સરસ તેલ નીતરતું શાક. સ્વાદ વાળુ .રાત નુ વાળુ થઇ જાય એટલે ફળીએ ફાનસ મુકી વાસણ ઉટકાઇ જાય. ખાટલા પર ઉધા મુકી દે એટલે નીતરી જતા. કાંસા ની થાળી ,તાંસળી ,લોટો એવા વાસણો હતા . નોનસ્ટીક એટલે શુ? એ કદાચ ડીક્ષનરી મા પણ આવ્યું નહી હોયકઢી હોય તો સુતી વખતે દુધ નો ગ્લાસ સૌ પોતપોતાના રુમ માં લઈ જાય. દુઘ ફરજીયાત પીવાનું જ એવું ,વડીલો કે’તા. દુધ પણ ફ્લેવર વગર નુ.આ ફાનસ ના આછા પીળા પ્રકાશ મા ભણતા એ આજ કયા ના કયા પહોંચી ગયા છે.સારુ ભણી ને….ફાનસ કેટકેટલી સુંદર યાદો નુ સાક્ષી રહ્યું હશે.આજ વરસાદ પડે, લાઇટ જાય ત્યારે ચાઇનીસ લાઇટો અંધા કરી દે એવી ઘરમાં આવી ગઇ છે. ઓટોમેટીક ચાલુ થઇ જાય પાછી…..ભુત ની જેમ આંખ અંજાય જાય તેવી જડુસ.પણ સાચું કંઊ…. ફાનસ સાથે જીવવા ની મજા હતી હો….. એ ફાનસ ના આછાં અજવાળાં નો પ્રેમ , એમાં રહેલી કુટુંબ ભાવના, ધીમો પ્રકાશ આંખો નું તેજ સાચવી રાખતો. મોતિયો તો લાડુ જ હોય એવી માત્ર ખબર હતી. આંખ મા હોય? એ જડુસ લાઇટો આવ્યા પછી ખબર પડી.ફાનસ મા વાંચનાર શીક્ષક પણ સત્ય સાથે વિદ્યા દાન આપતા. ભણાવવાની રીત પણ ઠાવકી હતી, પીઢતા હતી! વિદ્યાર્થીઓ અને ટીચર વચ્ચે ની એક પૂજનીય વડીલ અને બાળક વચ્ચે ના સંબંધો ની સંસ્કારી રેખા હતી. જ્ઞાન આપનાર ને વંદનીય ગણાતુ. પણ હવેની આજ બદલાઇ છે. જે લખવા જેવુ રહ્યું નથી. ફાનસ માત્ર આછું અજવાળું નહી પણ ઠંડી મા હુંફ પણ આપતું . ઢોલિયા ની બાજુમાં રાત આખી સળગે અને ઠંડી ઉડાડે. પાતળાં ગોદડાં ટાઢ જીલતાં.પી.ડી ડાભી તળાજા ભાવનગરમને ફાનસ ખુબ ગમતા. આજ પણ સાચવી ને રાખ્યા છે. આજ પણ લાઇટ જાય તો દિવા કરુ છુ મીણબત્તી નહી.હવે ફાનસ મળે છે પણ ડીઝાઇન મા આવવા લાગ્યા . અંદર જગમગતી વાટ નહી પણ બલ્બ ખોસી દીધા છે.લોકો હવે જુની ભાત ઉપસાવવા નવી રીત અજવાળવા લાગ્યા . 

લાગે છે ફાનસ ને ભુલ્યા નથી. 

ભુલાય એવું પણ નથી આ ફાનસ….

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: