Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

દાહોદના મર્ડર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ:યુનુસ કતવારાવાલાનો હત્યારો ઝડપાયો, વાહન હટાવવા મામલે નહિ પરંતુ સોપારી આપી હોવાથી કૃત્ય આચર્યુ હોવાનો ખુલાસો

દાહોદના મર્ડર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ:યુનુસ કતવારાવાલાનો હત્યારો ઝડપાયો, વાહન હટાવવા મામલે નહિ પરંતુ સોપારી આપી હોવાથી કૃત્ય આચર્યુ હોવાનો ખુલાસો

હત્યારો મુસ્તુફા ઝડપાયો, મોહમ્મદ ઉર્ફે જુઝર લોખંડવાલાએ રૂપિયા 10 લાખની સોપારી આપી મોઇન પઠાણ સાથે મળીને કાવતરું રચાયું, મહિના પહેલા જ યુનુસને પતાવી દેવાનું નક્કી થયું હતું ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાની હતી, જેથી મોઇન અને મોહમ્મદનું ક્યાંય નામ ન આવે દાહોદ શહેરના એમ.જી. રોડ પરના કુકડા ચોક ખાતે થોડા દિવસો પહેલા જાહેરમાં થયેલા એક વ્હોરા સમાજના યુવકની હત્યા મામલે સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે દાહોદ શહેર પોલીસ સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ગુનાનો ભેદ ઉકેલી નાખવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે આરોપી હત્યારાને ગોધરાથી તેના મામાને ત્યાંથી ઝડપી લીધો છે.     આ હત્યા વાહન હટાવવા મામલે નહીં પરંતુ યુવકને મોતને ઘાટ ઉતારવા માટે હત્યારાને સોંપારી અપાઈ હોવાની પોલીસ સમક્ષ ઝડપાયેલા આરોપીએ કબુલાત કરતાં ચકચાર મચી ગઇ હતી. હાલ મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે, ત્યારે આ ગુનામાં કુલ ચાર ઈસમોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.   ગત તા. 21મી મેના રોજ યુનુસ અકબરભાઈ કતવારાવાલા પોતાની મોરસાઈકલ લઈ દાહોદના એમ.જી. રોડ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં. તેમજ તે સાથે તેમની પાછળ પાછળ મુસ્તુફા સાકીર ઉર્ફે બાદશાહ શેખ પસાર થઈ રહ્યો હતો અને પ્રથમ તબક્કે વાહન હટાવવા મામલે રકઝક થઈ હતી. જેથી આવેશમાં આવેલા મુસ્તુફાએ યુનુસને પોતાની સાથે લાવેલા ઉપરા છાપરી ચપ્પુના ઘા માથાના ભાગે માર્યા હતા, તેમજ શરીરે માર માર્યો હતો. જેથી યુનુસભાઈ સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને હોસ્પિટલ લઈ જતાં પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.   મુસ્તુફા ગોધરાથી તેના મામાના ત્યાંથી ઝડપાયો ઘટનાને અંજામ આપી આરોપી મુસ્તુફા ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ધરપકડના ચક્રો ગતિમાન કરતાં આજે મંગળવારના રોજ આરોપી મુસ્તુફાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા વિસ્તારના સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી હતી અને અલગ અલગ ટીમો પણ બનાવી હતી. મળેલી બાતમીના આધારે ગોધરા ખાતેથી તેના મામાને ત્યાંથી ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લાવી આરોપી મુસ્તુફાની પુછપરછનો ધમધમાટ શરૂ કરાયો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: