આજે તારીખ 24 મે ના રોજ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા વિભાગની એક દિવસીય કાર્યશાળા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. મીડિયા વિભાગની કાર્યશાળામાં રાજયસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવકતા સુંઘાશુંભાઇ ત્રિવેદીજી અને પ્રદેશ મીડિયાના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં સુઘાંશુભાઇ ત્રીવેદી અને પ્રદિપસિંહ વાઘેલાનું સ્વાગત મીડિયા ઝોનના કન્વીનરઓએ કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસે પ્રાસંગીક સંબોઘન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે મીડિયા વિભાગનું ન્યુઝ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. સંમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવેએ કર્યું.આ કાર્યશાળામાં પ્રદેશ મીડિયા કન્વીનર, પ્રદેશ મીડિયા સહ કન્વનીનર,પ્રદેશના પ્રવકતા, પ્રદેશના સહપ્રવકતાઓ,ઝોન પ્રવકતાઓ, પ્રદેશ મીડિયાની ટીમના સભ્યઓ, ઝોનના કન્વીનરઓ અને સહ કન્વીનરઓ, જીલ્લાના કન્વીનરઓ અને સહ કન્વીનરઓ, વિઘાનસભાના ઇન્ચાર્જઓ, પ્રદેશ ડિબેટ ટીમના સભ્યઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બીજેપી ગુજરાત ન્યુઝ ઓનલાઈન પોર્ટલ થકી સરકારની કામગીરી પ્રેઝન્ટ કરવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં અત્યારથી જ બીજેપી સક્રિય બની છે.
સી.આર.પાટીલના વરદ હસ્તે મીડિયા વિભાગનું ન્યુઝ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
