બનાસકાંઠા ના ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલ ગંગાનગર ની સામે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈટ માં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડીસા નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈટ માં ડીસા શહેરના તમામ કચરો ત્યાં એકઠો કરવામાં આવે છે અને તેનું રિફાઇનિંગ કરવામાં આવે છે પરંતુ આ ડમ્પિંગ સાઈટ માં છેલ્લા ઘણા સમયથી અનેક વાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે વારંવાર લાગતી આગના કારણે આજુબાજુના સોસાયટીના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે મોટાભાગના રહીશોને ગંભીર બીમારી પણ આ ડમ્પિંગ સાઇટના નીકળતાં ધુમાડાના કારણે શિકાર બન્યા છે ત્યારે વારંવાર આગની ઘટનાને લઇ આજુ બાજુના સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આજે બપોરના સમયે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈટ માં આગ લાગતા ચારે બાજુ ધુમાડાના ગોટાઓ જોવા મળ્યા હતા. આ આગની ઘટનાને લઇ ને આજુબાજુના સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો આજે બપોર બાદ લાગેલી આગના કારણે ડીસા થી પાટણ જતા વાહન ચાલકોને હાઇવે પર પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વારંવાર નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડમાં આગ લાગતા સ્થાનિક લોકો પરેશાન થઇ રહ્યા છે આ અંગે અગાઉ પણ આ વિસ્તારમાંથી ડમ્પિંગ સાઈટ હટાવવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે કલેક્ટરે પણ આ વિસ્તારમાંથી ડમ્પિંગ સાઈટ હટાવવા માટે સુચના આપી છે. તેમ છતાં પણ નગરપાલિકાને જાણે લોકોના સ્વાસ્થ્યને પડી ન હોય તેમ આજે સુધી ડંપિંગ સાઈટ હટાવવામાં આવી નથી જેના કારણે અવારનવાર આગની ઘટનામાં સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.
ડીસા નગરપાલિકા સંચાલિત કચરાની ડમ્પિંગ સાઇટ માં આગ લાગતા સ્થાનિકો માં રોષ
Tags:
#Outrage among locals over fire at Deesa municipality-operated garbage dumping site#આજ ના સમાચાર#કચરાની ડમ્પિંગ સાઇટ#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા નગરપાલિકા#ડીસા નગરપાલિકા સંચાલિત કચરાની ડમ્પિંગ સાઇટ માં આગ લાગતા સ્થાનિકો માં રોષ#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
