નહેરમાં ઓછું પાણી આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ; સિઝેબલ પાણી નહીં મળતાં પાક અને આવકને નુકસાન થતું હોવાની રજૂઆત
વાવ-થરાદ: વાવ તાલુકાના લોદ્રાણી ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીની સમસ્યાને લઈને નર્મદા વિભાગમાં રજૂઆત કરી છે. ખેડૂતોએ થરાદ નર્મદા વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી હતી.
ખેડૂતો દ્વારા ઢીમા બ્રાન્ચની સપ્રેડા ડિસ્ટ્રી હેઠળ આવતી લોદ્રાણી માઈનોર-1 નહેરના નવીનીકરણની માંગ કરવામાં આવી છે.
નહેરમાં પૂરતું પાણી નહીં મળતું હોવાનો આક્ષેપ
ખેડૂતોના જણાવ્યા મુજબ હાલની નહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી. નહેરનું લેવલ અને ક્ષમતા યોગ્ય ન હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે.
આ કારણે સિંચાઈ માટે જરૂરી પાણી મેળવવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સિઝેબલ પાણી પૂરતું નહીં મળતાં પાકને અસર થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે.

નહેર મોટી કરવા અથવા લેવલ સુધારવાની માંગ
લોદ્રાણી ગામના ખેડૂતોએ નર્મદા વિભાગ સમક્ષ નહેરના નવીનીકરણની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ લોદ્રાણી માઈનોર-1 નહેરને મોટી કરવામાં આવે અથવા તેનું લેવલ યોગ્ય રીતે ડાઉન કરવામાં આવે.
નહેરમાં જરૂરી ટેકનિકલ સુધારા કરવામાં આવે તો છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચી શકે છે. તેથી સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સિંચાઈના પાણીનો કાયમી ઉકેલ માંગ્યો
ખેડૂતોનું કહેવું છે કે ખેતી માટે નર્મદા નહેરનું પાણી મહત્વનું છે. તેથી નહેરની ક્ષમતા અને પાણી વિતરણની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી છે.
આ ઉપરાંત સિઝેબલ પાણીની સમસ્યા દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતોને સમયસર અને પૂરતું પાણી મળે તે માટે નર્મદા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત છે.
હવે નર્મદા વિભાગની કાર્યવાહી પર નજર
લોદ્રાણી ગામના ખેડૂતોની રજૂઆત બાદ હવે નર્મદા વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર નજર છે.
ખેડૂતોની માંગ મુજબ નહેરનું સ્થળ નિરીક્ષણ થાય છે કે નહીં તે પણ મહત્વનું રહેશે. સાથે જ નહેરના નવીનીકરણ અંગે તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.
