Live Thu, Nov 19, 2026
Rajkot • 31°C Sunny
📍 વાવ થરાદ

થરાદ-સાંચોર રોડ પર ક્રેટા કારમાંથી રૂ. 11.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો!

થરાદ-સાંચોર રોડ પર ક્રેટા કારમાંથી રૂ. 11.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો!

મોટા મેસરા ગામની સીમમાં LCBની કાર્યવાહી; 1,848 બોટલ દારૂ અને કાર સહિત મુદ્દામાલ કબજે, ચાલક કાર મૂકીને ફરાર

(વાવ-થરાદ)

વાવ-થરાદ જિલ્લા LCB પોલીસે થરાદ-સાંચોર રોડ પર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોટા મેસરા ગામની સીમમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,848 બોટલ કબજે કરી હતી.

પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 11,78,560નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસને જોઈ કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન LCBની કાર્યવાહી

પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક મૌસમ મેડતાએ દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આ સૂચના હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા મેસરા ગામની સીમમાં થરાદ-સાંચોર રોડ પર ક્રેટા કાર નંબર GJ18BP5272 શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી.

1,848 બોટલ અને કાર સહિત રૂ. 11.78 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસના જણાવ્યા મુજબ, ક્રેટા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ-પરમિટે લઈ જવામાં આવતો હતો. પોલીસનો પીછો જોઈ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 1,848 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 4,78,560 આંકવામાં આવી છે. જ્યારે ક્રેટા કારની કિંમત રૂ. 7 લાખ ગણવામાં આવી છે.

આમ, પોલીસે કુલ રૂ. 11,78,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી

પોલીસે કારના ચાલક તરીકે મહેન્દ્રભાઈ નાગજીભાઈ રાજપૂત (રહે. ચારડા, તા. થરાદ, જિ. વાવ-થરાદ)નું નામ જાહેર કર્યું છે. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલમાં ફરાર ચાલકને ઝડપી પાડવા અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતની વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
ધ

ધ્રુપલ કલાલ ( જયસ્વાલ )

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ચેક રિટર્ન કેસમાં ભાભર કોર્ટનો ચુકાદો: આરોપીને એક વર્ષની કેદ, રૂ. 2.50 લાખ ચૂકવવાનો હુકમ Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Nov 19, 2026

ચેક રિટર્ન કેસમાં ભાભર કોર્ટનો ચુકાદો: આરોપીને એક વર્ષની કેદ, રૂ. 2.50 લાખ ચૂકવવાનો હુકમ

વાવના ગંભીરપુરાના વિષ્ણુભાઈ માળીને સજા; ફરિયાદીને રકમ નહીં ચૂકવે તો વધારાના બે માસની કેદ...
આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાયમાં સરકારનો મોટો ખર્ચ! પાંચ વર્ષમાં પ્રિ-મેટ્રિક હેઠળ 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 19, 2026

આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાયમાં સરકારનો મોટો ખર્ચ! પાંચ વર્ષમાં પ્રિ-મેટ્રિક હેઠળ 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ 32,226 વિદ્યાર્થિનીઓને રૂ. 420.28 કરોડની સહાય; આવકમર્યાદા વધારી રૂ. 6 લાખ...
કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર! ગુમ યુવક સુખદેવ કોળીના હોવાની પરિવારને આશંકા Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Nov 17, 2026

કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર! ગુમ યુવક સુખદેવ કોળીના હોવાની પરિવારને આશંકા

ખેતરના પાળે ઝાડીમાંથી ખોપરી, પગના ભાગ સહિત હાડકાં મળ્યાં; માવસરી પોલીસ, FSL અને આરોગ્ય...
મોરવાડા માઇનોર કેનાલ-2માં સફાઈ વગર પાણી છોડતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં! Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 17, 2026

મોરવાડા માઇનોર કેનાલ-2માં સફાઈ વગર પાણી છોડતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં!

એરંડાના પાકને નુકસાનની ભીતિ; ખેડૂત ઠાકરશીભાઈ ઠાકોરનો આક્ષેપ, વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં વાવ-થરાદ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: