બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમા અલગ અલગ સાદી રેતીની લીઝો આવેલ છે, જેમાંથી સરકારશ્રી દ્વારા મંજુર થયેલ લીઝો માંથી નાની મોટી ટ્રકો અને હાયવા, ડમ્પરો દ્વારા રેતી ભરી નાના-મોટા રસ્તાઓ, રાજ્ય ધોરીમાર્ગો તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વહન કરતા હોય છે, અને જેના દ્વારા કયારેક અકસ્માતોના બનાવો બનતા હોવાથી, અને કયારેક ટ્રાફીક નીયમનમા અડચણ થતી હોવાથી આજ રોજ ડીસા તાલુકા વિસ્તારમા આવેલ સાદી રેતી લીઝ/કવોરીના માલીકો તથા ડમ્પર એસોસીએશન ની આજ રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મીટીંગ યોજવામા આવેલ જેમા (૧) ડમ્પર માલીકોએ લાયસન્સ વગરના કોઇ ચાલકને વાહન નહી આપવા સુચન કરવામા આવેલ, અને હેવી લાયસન્સ ધારક ને જ પોતાનુ કીંમતી વાહન આપવા સુચના કરવામા આવી (૨) લીઝ/કવોરી ધારકોને ટ્રક/ડમ્પર તેની ક્ષમતા મુજબ જ રેત ભરવી, ઓવરલોડ ભરવી નહી, તેવી સુચના કરવામા આવેલ (૩) નશો કરીને આવેલ ચાલકની ટ્રક/ડમ્પર કોઇપણ સંજોગોમા રેત નહી ભરવા ખાસ સુચના કરવામા આવી, (૪) ટ્રક/ડમ્પરના વાહન ચાલકો એ પુરઝડપે અને ગફલત ભરી રીતે વાહન ચલાવવુ નહી, ટ્રાફીકના નીયમોનુ ચુસ્તપણે પાલન કરવુ, જેવી સખત સુચનાઓ આપવામા આવી, ટ્રાફીક નીયમન બાબતે પુરતો સહકાર આપવા અપીલ કરવામા આવી, અને જો સદરહુ સુચનાઓનુ પાલન નહી થાય તો સખત કાર્યવાહી કરવામા આવશે તેમ કવોરી/લીઝ એસોસીએશન તથા ડમ્પર એસોસીએશન ધારકો, તથા ડ્રાઇવરોને સુચના આપવામા આવી,
ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કવોરી/લીઝ એસોસીએશન તથા ડમ્પર એસોસીએશન ની બેઠક મળી
Tags:
##બનાસકાંઠા#ગુજરાત#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર કાલના#ડીસા માર્કેટ ના આજના ભાવ#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
