Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસાની આશાપુરા સોસાયટી માં યુવકે અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ જીવન લીલા સંકેલી

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આજે લોકો ના જેવી બાબતમાં આવેશમાં આવી જાય હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાને વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ડીસા શહેરના કચ્છી કોલોની વિસ્તાર પાસે આવેલ આશાપુરા સોસાયટી ભાગ-૨ માં રહેતા હાર્દિક વર્ધિલાલ ઠક્કરે પોતાના ઘરમાં જ કોઈ અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાર્દિકે પોતાના ઘરમાં જ કોઈને કીધા વગર આત્મહત્યા કરતા તેના પરિવારમાં પણ શોક જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાર્દિકની લાશનો કબજો મેળવી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને હાર્દિકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: