Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ

આજરોજ ડીસા તાલુકાના ફાગુદરા ગામે શ્રી હનુમાન દાદા ના મંદિરે ફાગુંદરા સરપંચ શ્રી નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સમસ્ત ગ્રામજનો તેમજ પૂર્વ ધારાસભ્ય  ગોવાભાઇ દેસાઇ કુચાવાડા ડેલીગેટ અને સમસ્ત ગ્રામજનોએ હાજર રહી સરપંચ  પીરાભાઈ મોતીભાઈ ને સાલ ઓઢાડી હાર પહેરાવી સરસ રીતે સન્માન કર્યું હતું અને સરપંચ પીરાભાઈ એ જણાવ્યું હતું કે જેવી રીતે ગામલોકોએ મને બિન હરીફ કરી મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તો હું ગામનો ખુબ આભાર માનું છું અને ઋણ અદા કરું છું અને ગામમાં મારાથી બનતી તમામ સેવાઓ આપીશ અને સરકાર તરફથી જે પંચાયતની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેનો હું ગામમાં સારી રીતે ઉપયોગ કરીશ જેવી રીતે કે રોડ રસ્તા ગટર લાઈન જેવા કામો  કરીશ ગામના સારા વિકાસના કામો કરીશ સાથે સાથે જિલ્લા ડેલિગેટે પણ નવા ચૂંટાયેલા સરપંચોને આવનારા પાંચ વરસમાં દરેક પંચાયતોના સારા કામ કરે અને કુચાવાડા વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચોને સાથ સહકાર આપવા ની ખાતરી આપી હતી જ્યારે ડીસા તાલુકાના એક્ષ ધારાસભ્ય શ્રી ગોવાભાઇ દેસાઇ એ પણ સરપંચ ના આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવી સરપંચના સન્માન સમારોહમાં હાજરી આપી અને તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા નવયુવાનોને આશીર્વચન આપ્યા હતા અને ગોવાભાઈ એ હનુમાન દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સરપંચ પીરભાઈ તરફથી આવેલ તમામ મહેમાનો અને ગ્રામજનો માટે ભોજન ની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી

Tags: #Ceremony in honor of Fagudra Sarpanch | YHNI2021#Ceremony in honor of Fagundara Sarpanch of Deesa taluka#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai news india 2020#YHNI2021#આજ ના તાજા સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: