સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે સમગ્ર ગુજરાતભરમાં બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જિલ્લામાં સૌથી વધુ હત્યા આત્મહત્યા અને દુષ્કર્મ જેવી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે ત્યારે આજરોજ પાંથાવાડા ખાતે ગામમાં 14 વર્ષીય બાળકી પર ખેતર માલિકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે પાંથાવાડા ગામ માં ખેતરમાં પ્રાધ્યાપક તરીકે કામ કરતી વિધવા મહિલાની દીકરી પર ખેતર માલિકે જ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગઇ છે સુરેશ પટેલ 14 વર્ષીય બાળકીનો એકલતાનો લાભ લઇ ખેતરમાં જ દુષ્કર્મ આચર્યુ હતું જે બાદ બાળકીની તબિયત લથડતા તેમને સારવાર રસ્તે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની સાથે દુષ્કર્મ થયું હોય તેવું જાણવા મળ્યું હતું જે વાત આ સમગ્ર ઘટનાની જાણ પાંથાવાડા પોલીસને કરતા પોલીસે હાલ સુરેશભાઈ પટેલ વિરુદ્ધ 376 (3 )પોકસો-4.6 એટ્રોસીટી 3 ( 2 )5,6 ( 1 )w( 1 ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખાતે 14 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
Tags:
#Complaint registered against a person who molested a 14 year old girl at Panthawada in Banaskantha district#બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખાતે 14 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
