Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

રાજ્યમાં સતત બીજા દિવસે 900થી ઓછા કેસ અને 4 દર્દીના મોત, એક્ટિવ કેસ ઘટીને 12,700,

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના દૈનિક કેસો સ્થિર થઈ રહ્યા છે. 24 કલાકમાં 52,880 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી નવા 875ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 4 દર્દીના મૃત્યુ થયા છે. આમ સતત બીજા દિવસે 900થી ઓછા કેસ નોંધાયા છે. તેમજ 1004 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આ સાથે જ સાજા થવાનો દર 90.60 ટકા થઈ ગયો છે, એટલે કે 100 દર્દીએ 90થી વધુ દર્દી સાજા થવા લાગ્યા છે. હાલ રાજ્યમાં 12,700 એક્ટિવ કેસ(સારવાર હેઠળ હોય એવા દર્દી) છે. આમ 98 દિવસ બાદ પહેલીવાર દૈનિક કેસ ઘટીને 12,700 થયા છે. જ્યારે આ પહેલા 25 જુલાઈએ 12,795 એક્ટિવ કેસ હતા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 61,57,811 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,74,679 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે 3,728ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 58 હજાર 251 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 12,700 એક્ટિવ કેસ છે,જેમાંથી 58 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12,642ની હાલત સ્થિર છે.

Tags: ##VAV
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: