Live Thu, Oct 22, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના બાહોશ મહિલા પી એસ આઈ ની બદલી થતા વિદાય સમારોહ યોજાયો

ગુજરાતમાં નવી સરકાર આવતા બદલીના ઓર્ડર અપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ ખાતામાં પણ બદલી થઇ રહી છે. જેને લઈ વાવ તાલુકા પોલીસ સ્ટેશન ના બાહોશ મહિલા પી.એસ.આઈ. આશાબેન શાહ ને  બદલીનો ઓર્ડર આપવામાં  આવ્યો હતો. જેમની બદલી વાવ થી સાબરકાંઠા માં કરવામાં આવી છે ત્યારે વાવ ના  પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા અનોખો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પી.એસ આઈ. એબી શાહ ને  વિદાય આપી હતી. તેમજ ફૂલો નો વરસાદ કરીને વિદાય કરાયા હતા.

વિદાય સમારોહમાં પોલીસ સ્ટાફ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે જ સરહદી પંથક માં ખુબ જ સારી કામગીરી કરનાર પી.એસ.આઈ.ની વિદાય વેળાએ સૌ કોઈ દુખી થયા હતા. અને પી.એસ.આ.ઈ આશાબેન શાહ ભાવુક થયા હતા અને  ગામ ના અગ્રણી અને પોલીસ સ્ટાફ ભાવુક પણ થયા હતા.આમ પોલીસ અને જનતા વચ્ચે લાગણીના આવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ખાખીની પાછળ છુપાયેલી સંવેદના બહાર આવી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
ગુજરાત • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: