Live Fri, Oct 23, 2026
Rajkot • 31°C Sunny

ડીસા શહેરના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં ગૌસ્વામી પરિવાર પર હુમલો

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટ અને મારામારીની ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા શહેર એ જાણે મીની યુપી બની ગયું હોય તેમ એક બાદ એક ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા છ મહિનામાં ડીસા શહેરી વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કંઈ જ ડર રહ્યો ન હોય તેમ મારામારીની અનેક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડીસા શહેરના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતા ગૌસ્વામી જબૂબેન ગણેશપુરી પોતાના પરિવાર સાથે ઘરે બેઠા હતા ત્યારે અચાનક તેમના ઘર પર 20થી પણ વધુ લોકોએ હુમલો કર્યો હતો. જેમાં હુમલા દરમિયાન આ તમામ લોકો તલવાર, ધોકા અને છરા લઈને આવ્યા હતા. પરંતુ ગૌસ્વામી પરિવાર એક રસોડાની અંદર પુરાઈ ગયા હતા.જેથી આ તમામ લોકોએ તેમના મકાન પર સોડાની બોટલો અને પથ્થર વડે હુમલો કરી મકાન પર પડેલ તમામ માલસામાનને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલાને લઈ આજુબાજુના લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો હતો. જે બાદ આ અંગેની જાણ ડીસા ઉત્તર પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ પોલીસની ગાડી નું સાયરેન સાંભળતાની સાથે જ આ તમામ લોકો ત્યાંથી ભાગી છૂટયા હતા.

ડીસા શહેરના બેકરી કુવા વ્હોળા ગૌસ્વામી પરિવાર પર થયેલા હુમલામાં તેમને અનેકગણું નુકસાન વેઠવાનો વારો આવે છે અસામાજિક તત્વો દ્વારા તેમના પતરાના મકાન પર પથ્થરમારો કરતાં તેમના મકાનના પતરા પણ તોડી દીધા હતા જે બાદ બહાર પડેલો સામાન પણ ધોકા અને તલવારો મારી તોડી નાખવામાં આવ્યો હતો હુમલાખોરોએ તેમના ઘરમાં પડેલા સોનાના દાગીના અને રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા હતા. તેઓ પરિવારના સભ્યોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
ગુજરાત • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: