આનંદ અને ખુશીની વાત એ છે કે, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ આઈસીએઆઈઆર દ્વારા શોધાયેલી લમ્પી માટેની રસી લોન્ચ કરી છે. ખાસ લમ્પી માટે શોધાયેલી જ નવી રસી ટૂંક સમયમાં જ મળશે. આ રસીના ઉપયોગથી લમ્પીને પ્રશરતો અટકાવીશું જે પશુઓ સારવાર લઈ રહ્યા છે તે પશુઓ ઝ઼ડપી મુક્ત થાય તે પ્રકારનું આયોજન છે.આ સાથે વધુમાં કહ્યું કે, 23 જિલ્લામાં પ્રશરેલા વાયરસને અટકાવવા ઝુંબેશ ચાલી રહી છે તે મોટાપ્રમાણમાં ચાલી રહી છે. સીએમના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રીયા ચાલી રહી છે. અસરગ્રસ્ત પશુઓને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. આ રોગ ફેલાવવાની તીવ્રતામાં ઘટાડો થયો છે. તેમ કૃષીમંત્રીએ કહ્યું હતું. સાજા થનાર પશુઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જે દૂધ ઉત્પાદકો સંઘ પાસે વેટનરી ડૉક્ટરો છે તેઓ પણ મદદ કરી રહ્યા છે. વેટનરીના સ્ટુડન્ટસ, પ્રોફેસરો પણ લમ્પીના રોગને અટકાવવા માટે મદદ કરી રહ્યા છે.અત્ચાર સુધીમાં લમ્પીગ્રસ્ત જિલ્લામાં રસીકરણ 31,14,112 પશુઓનું કરાયું છે. 33 જિલ્લામાંથી 23 જિલ્લામાં લમ્પીએ ભરડો લીધો છે. અસરગ્રસ્ત પશુઓની સંખ્યા 76,154 થઈ છે. અત્યાર સુધીમાં 54,025 પશુઓ સ્વસ્થય થયા છે.
કેન્દ્રએ લમ્પીગ્રસ્ત પશુઓ માટે રસી શોધી, પશુઓમાં સંક્રમણ રોકવા ગુજરાતે કર્યો ઓર્ડર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
