ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં રાત્રિના સમયે રોજબરોજ અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધતી જતી અકસ્માતોની ઘટનાઓને લઈ હાલમાં અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે ડીસા ના માલગઢ ગામે ગોગાઢાણી વિસ્તારમાં રહેતો મુકેશ ગેલોત નામનો 22 વર્ષીય યુવક પોતાનું બાઈક લઈને ડીસા તરફ આવી રહ્યો હતો તે સમયે પુરપાટ ઝડપી આવી રહેલા જીપડાલા ના ચાલકે બાઈક ને અડફેટે લેતા અકસ્માત સજાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક મુકેશ રોડ પર પટકાતા અનેક ગંભીર ઈજા પહોંચતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલક ને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જોકે ઈજાગ્રસ્ત યુવકની તબિયત વધારે ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે . . .
ડીસા આખોલ ચાર રસ્તા પાસે પીકઅપ ડાલાની ટકકરે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
