Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના નાગફણા ગામ મેળા માંથી બાઈક ચોર ઝડપાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં ચોર ટોળકી પોલીસની સહેજ પણ ડર રાખ્યા વગર એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાઓને અજામ આપી રહ્યા છે.જે અંતર્ગત દર વર્ષે ડીસા તાલુકાના નાગફણા ગામે યોજાતા નાગ પંચમી મેળાનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.જે મેળા દરિમયાન આજે 2 અજાણ્યા શખ્સો બાઈક ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા.જેમાં એક બાઈક ચોરે મેળામાંથી બાઈકની ચોરી કરવામાં સફળ રહ્યો હતો.પરંતુ બીજું બાઈક ચોરવા આવેલ અજાણ્યા શખ્સની ચાલ મેળામાં આવેલ લોકોને ખબર પડી જતા લોકોએ તેની વોચ ગોઠવી હતી.જે બાદ અજાણ્યો શખ્સ બાઇકની ચોરી કરવા જતાં લોકોને ટોળાએ તેને ઘેરી લીધો હતો.જેથી ડરના મારે આ શખ્સ દ્વારા તેની પાસે રહેલ રિવોલ્વોર નીકાળી હતી.પરંતુ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો.આ સમગ્ર ઘટના બાદ લોકોએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.જેથી ગામ લોકોએ ચોરને પોલીસ હવાલે કર્યો હતો.પોલીસે હાલ તો ચોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: