Live Sat, Nov 14, 2026
Rajkot • 31°C Sunny

ત્રણ વર્ષ અગાઉ 14 વર્ષની કિશોરીના ધરમાં ધૂસી દુષ્કર્મ કરનાર આરોપી ને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૃા.૨૦ હજારનો દંડ

આજથી ત્રણ વર્ષ અગાઉ 14 વર્ષની કિશોરીની ઇચ્છા, સંમતિ વિરુદ્વ શરીર સંબંધ બાધી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસ સુરતની પોકસો કોર્ટમાં ચાલી જતા વિશેષ ન્યાયાધીશ દિલીપ.પી. મહિડાએ આરોપી કિષ્ના યાદવને દસ વર્ષની સખત કેદની સજા અને રૃા.20 હજારનો દંડનો હુકમ કર્યો હતો.આ કેસની વિગત એવી છે કે સુરત નજીકના વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષની સગીર વયની દિકરી ઘરે એકલી હતી. ત્યારે આરોપી કિષ્ના છોટેલાલ યાદવ ઘરે આવ્યો હતો. અને તેણીની મરજી વિરુદ્ર શરીર સંબંધ બાધી ધમકી આપી હતી કે કોઇને વાત કરતી નહીં. અને તું જો તારા માતા પિતાને વાત કરશે તો હું તમને બદનામ કરી દઇશ. આવી ધમકી આપી બેથી ત્રણ વખત તેની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાધ્યા હતા. આ અગે તેણે પિતાને જાણ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સુરતની પોક્સો કોર્ટમાં કેસની અંતિમ સુનાવણી ચાલી હતી. બચાવ અને ફરિયાદ પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપી ક્રિષ્ના યાદવને ભારતીય દંડ સહિતાની કલમ-૩૭૬ (૨) ( એન) ની સાથે જાતિય ગુનાઓની સામે બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૪,૬, મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૃા.૨૦ હજારનો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે જ અપીલ પીરીયડ બાદ ભોગ બનનાર તરૃણીને રૃા.૧ લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નિર્દેશ આપ્યો છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: