વાવ નજર ચૂકવી ગઠીયો ૬૦ હજાર લઈ છુમંતર

બનાસકાંઠા ના સુઇગામ  તાલુકા ના જેલાણા ગામ ના  વતની પૂર્વ શિક્ષક ગણેશભાઇ રવજીભાઇ મણવર વાવ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાંચ માંથી ૬૦ હજાર ની રોકડ રકમ લઇ પોતાના ધરે જવા નીકળ્યા હતા.જે બાબત ની જાણ ચોરી કરતા ગઠીયા ઓ ને ખબર પડતા પ્લાનીગ સાથે પૂર્વ શિક્ષકની પીઠ પર લોટ નાખતા પૂર્વ શિક્ષક તેમના સંબંધની દુકાને શર્ટ સાફ સફાઈ કરવા જતાં દુકાન માં રૃપિયા ભરેલી થેલી સાઇડમાં મૂકી હતી .જોકે પીછો કરતા ગઠીયો દુકાન માં પ્રવેશી નજર ચૂકવી થેલી લઈ છુમંતર થઈ જતાં સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. જો કે આ સમગ્ર બાબતે વાવ સ્ટેટ બેંક ના આગળ ના કેમેરા બંધ હોવાથી ગઠીયો હાથ લાગ્યો નથી વધુ માં ભોગ બનનાર પૂર્વ શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી  ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *