થરાદના વિજય બિઝનેસમાં તસ્કરો એ ત્રણ દુકાનોને ટાર્ગેટ બનાવી

બનાસકાંઠા ના થરાદ માં વિજય બિઝનેસ શોપિંગ સેન્ટર માં ગત રોજ રાત્રી ના સમયે તસ્કરો  એ ત્રણ દુકાનોને ટાર્ગેટ બનાવી હતી જેમાં તસ્કરોએ દુકાનોના તાળા તોડ્યા, પણ બે મોબાઈલની દુકાનનો સેન્ટ્ર લોક ન ખૂલતા ચોરીનો પ્લાન નિષ્ફળ થતા બાજુ આવેલ હરસિદ્ધિ કિરાણા નામની દુકાન નું તાળું તોડી દુકાન ના કાઉન્ટર માથી 140 રૂપિયાની ચોરી કરી હતી જેમાં ચોર કેટલો ઈમાનદાર 150 માંથી 10 રૂપીયા છોડીને ગયો હતો તેમજ થરાદના વિજય બિઝનેસ શોપિંગ સેન્ટરની દુકાનો માંથી તસ્કરો ને કોઈ પણ મોટી રકમ મળી ન હતી.આમ આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાન માલિકે થરાદ પોલીસ સ્ટેશન જાણ કરાતા પોલીસ ધટના સ્થળે આવી પહોચી તપાસ હાથ ધરી છે વધુ માં અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધીએ દુકાનદાર સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે 6 માસ પહેલા થરાદ માં તસ્કરોનો ત્રાસ વધી જતા વેપારીઓ સજાગ થઈ કાઉન્ટરમાં રોકડ રકમ રાખવાનું બંધ કરી દેતા.આજે ફરીથી તસ્કરો ત્રાટકતા તસ્કરોને કોઈ પણ મોટી રકમ  મળી નથી એવું દુકાનદારો  દ્વારા જણાવવામાં આવ્યું હતું ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *