વાવ યોગ દિવસ ની ઉજવણી કરાઈ

આજે ૨૧ મી જુન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જેમાં યોગએ એક પ્રાચીન શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે સમગ્ર વિશ્વ અને યોગની ભેટ આપનાર ભારત દેશ છે યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવો કે એક કરવું થાય છે યોગ એ શરીર અને આત્મા ના જોડાણનો પ્રતીક છે યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે યોગ દિવસ ના ભાગ રૂપે બનાસકાંઠા ના વિવિધ તાલુકા ઓ માં ઉજવણી કરાઈ હતી અને જેના ભાગ રૂપે  વાવ ખાતે આવેલી શ્રી મહેતા એન એસ વિનય મંદિર હાઈસ્કુલ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ,આ પ્રસંગે માધ્યમિક શાળા ના શિક્ષણ ગણ તેમજ બાળકો ,તેમજ વાવ મામલદાર કચેરી નો સ્ટાફ તેમજ નાયબમામલદાર સહીત વાવ ના યુવા મિત્રો ના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *