Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

Exclusive : સરકાર કામ કરતી થઇ, શું ચૂંટણી નજીક આવી રહી છે?

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર પોતાના કામને લઈને સક્રિય થઇ ગઈ છે. પાંચ વર્ષમાં પુરા કરવાના કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકાર શક્ય એટલા પ્રયત્ન કરી રહી છે. કરોડો રૂપિયાની યોજનાઓ ખુલ્લી મુકવામાં આવી છે. ગુજરાત સરકારમાં ખાલી પડેલી જગ્યામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે તો જુદા જુદા વિભાગની પરીક્ષા લેવામાં આવી રહી છે. મતદારને રીઝવવા વિકાસના કામોની હારમાળા સર્જવામાં આવશે.સરકારના ખાસ વિભાગ ઈન્ક્મટેક્સ પણ સંક્રિય થઇ ગયું છે અને અત્યાર સુધી ના કર્યું હોય તેવા મોટા ઓપરેશન પાર પાડી રહી છે. ભારતમાં ચૂંટણી આવતા જ સત્તામાં બેઠેલી સરકાર અચાનક જાગૃત અવસ્થામાં આવી જાય છે અને મેહસૂસ કરવા લાગે છે કે પ્રજાના કામ થવા જોઈએ. લોકકલ્યાણની નીતિ અને લોકઉપયોગી યોજનાઓ સરકારને ચૂંટણી નજીક આવતા જ યાદ આવે છે.સરકારના કેટલાક વિભાગ જાણે ચૂંટણી આવવાની જ રાહ જોતા હોય તેમ એકદમ સક્રિય થઇ જાય છે. મોટા મોટા પ્રોજેક્ટ ખુલ્લા મુકવામાં આવે છે અથવા તો મોટા પ્રોજેક્ટ માટે ખાતમુર્હત કરવામાં આવે છે. સરકારમાં ખાલી પડેલી જગ્યા ચૂંટણી સમયે જ કેમ ભરવામાં આવે છે અને જે વિભાગમાં ખાલી જગ્યા પડી હોય તેની જગ્યા માટે પરીક્ષા પણ ચૂંટણી નજીક આવતા જ ફટાફટ લેવાય છે.ગુજરાતની ચૂંટણી નજીક આવતા જ ઇન્કમટેક્સ વિભાગ, પોલીસ વિભાગ સક્રિય થઇ ગયો છે અને યોગ્ય રીતે કાર્યવાહી કરવા લાગ્યો છે. ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં સૌથી વધુ દારૂ ગુજરાતમાંથી જ પકડાઈ છે પરંતુ જ હાલના સંયમમાં દારૂ પકડવાની કામગીરી પુરજોશમાં છે.ગુજરાત સરકારની રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓ શરુ કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી આપી સરકાર સંતોષ માનશે. પોલીસ દ્વારા નાના ગુનાહિત કરતા લોકોને પકડે છે જયારે મોટા માથાને હજુ સુધી હાથપણ નથી અડી શકતા. શું કારણ છે કે ગુજરાત સરકાર ચૂંટણી નજીક આવતા જ સક્રિય થઇ જાય છે જયારે હજુ પણ કેટલાક પડતર પ્રશ્ન છે જે સરકાર દ્વારા સાંભળવામાં આવ્યા નથી.

સરકાર સામે પડતર પ્રશ્નો

હાલ સરકાર સામે ઘણા મુદ્દાઓ છે જે હજુ સુધી એ મુદ્દા પર સરકારે નિર્ણય લેવાં આવ્યો નથી. શા માટે ગુજરાત સરકારના કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ નથી મળતો? શા માટે ગુજરાત સરકારમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવતા?  ગ્રેડ પે નો મામલો હજુ ત્યાં ને ત્યાં જ છે. ગુજરાત સરકારના પેન્સનરોને હજુ સુધી મોંઘવારી ભથ્થું તેમજ અન્ય લાભ પણ ચુકવણી કરવામાં આવતી નથી. 

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: