વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાની રાજધાની હૈદરાબાદની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે બેગમપેટ એરપોર્ટ પર બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. વિપક્ષો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આજે પરિવારની પાર્ટીઓના કારણે દેશમાં યુવાનોના સપનાને કચડી નાખવામાં આવી રહ્યું છે.પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તેમની રાજનીતિ માત્ર એ વાત પર કેન્દ્રિત છે કે જો કોઈ પરિવાર કોઈપણ રીતે સતત સત્તા પર કબજો કરી શકે અને લૂંટફાટ કરી શકે તો તેઓ લૂંટ કરતા રહે છે. પરિવારવાદના પક્ષો જ પોતાનો વિકાસ કરે છે. પોતાના પરિવારના સભ્યોની તિજોરી ભરે છે. આ પારિવારિક પક્ષોને ગરીબોની પીડાની ચિંતા નથી.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પરિવારવાદના કારણે દેશના યુવાનો અને પ્રતિભાઓને દેશના રાજકારણમાં આવવાની તક પણ મળતી નથી. કુટુંબવાદ તેમના દરેક સપનાને કચડી નાખે છે. તે તેમના માટે દરેક દરવાજા બંધ કરે છે.નોંધનીય છે વડાપ્રધાન મોદીનો ઈશારો કોંગ્રેસના ગાંધી પરિવાર પર હતો. કોંગ્રેસ પક્ષ ધીરે ધીરે હસ્યામાં ધકેલાય ગયો છે. એક જ પરિવાર છેલ્લા ઘણા સમયથી પાર્ટીના ફેંસલા લે છે અને બીજા લોકોને તક આપવામાં આવતી નથી જેથી કોંગ્રેસમાંથી વંશવાદને કારણે પાર્ટી ખતમ થઇ જશે.
હૈદરાબાદમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, પરિવારવાદ યુવાનોના સપનાને કચડી નાખે છે
Related News Stories
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
