સરહદી બનાસકાંઠા ના વાવ માર્કેટ યાર્ડ માં રાયડા તેમજ જીરા ના ટેકા ના ભાવ કરતાં વધુભાવ મળતા ખેડૂત આલમ ખુશ જોવા મળ્યો.રાયડા ના પ્રતિ 20 કિલો ના ભાવ રૂ.1300 તેમજ જીરા ના ભાવ રૂ.4100 પહોંચતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

જે બાબતે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ વાવ માર્કેટ યાર્ડ ના વેપારી એશોશિયેશન ના પ્રમુખ માનસેંગભાઈ રાજપૂત સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ખેડૂતો ને પોષણ યુકત ભાવો મળી રહ્યા છે હાલ માં રાયડા ના ભાવોમાં રૂ.1300 ઉપર છે તેમજ સારા જીરા નો ભાવ રૂ.4100 ઉપર ભાવો મળી રહ્યા છે આજ ના રાયડા ની આવક 600થી700બોરી તેમજ જીરાની 1000 બોરી થી વધુ આવક થઈ હતી તેમ જણાવ્યું હતું.