ધાનેરા નાં વોડ 4 માં ગંદકી ગટર નું પાણી રસ્તા પર આવતા સ્થાનિક લોકો માં ભારે રોષ

બનાસકાંઠા ના ધાનેરા નગરપાલિકા માં સફાઈ ના નામે મીંડું જોવા મળ્યું .ધાનેરા નાં વોડ 4 માં ગંદકી ગટર નું પાણી રસ્તા પર આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે ક્યાંક ગટર નું પાણી તો ક્યાંક કીચડ સફાઈ કર્યા પછી નગર પાલિકા દ્વારા તેનો નિકાલ કરવામાં નાં આવતા સ્થાનિક લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે.બાજુ માં રહેલ સ્કુલ પણ નજીક હોવાથી બાળકો ને પણ ગટર નાં ગંદા પાણી માંથી પસાર થઈ ને જવું પડે છે સ્થાનિક લોકો માં ડર છે કે મચ્છરો થવાથી બીમારી થવાની ભીતી સેવાઈ રહી છે જયારે નગર પાલિકા માં વારંવાર રજુવાતો કરવા છતાં તેનો કોઈ નિકાલ આવતો નથી રજુવાત કરવામાં આવે ત્યારે કર્મચારી આવે અને કરી જાય પછી જેસે થે વૈસે ની પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે જેથી તેનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *