Live Fri, Nov 13, 2026
Rajkot • 31°C Sunny

આરોગ્ય મંત્રી એ ડીસા ની જનરલ હોસ્પિટલ ની મુલાકાત ,શું કહ્યું ભાજપ કોંગ્રેસ વિશે ?

ડીસા ખાતે આજે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત સરકારના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આવ્યા હતા. ખાનગી કાર્યક્રમ સંપન્ન થયા બાદ સ્થાનિક ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યા સાથે ડીસાની જનરલ હોસ્પિટલની વિશેષ મુલાકાત લીધી હતી અને જનરલ હોસ્પિટલમાં જે સુવિધાઓનો અભાવ તે સુવિધાઓ તાત્કાલિક પુરી કરવાની ખાતરી આપી હતી.. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ડીસાની જનરલ હોસ્પિટલને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાંથી ડિસ્ટ્રીક હોસ્પિટલમાં તબદીલ કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ પ્રથમવાર કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પ્રથમવાર ડીસાની જનરલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.હોસ્પિટલની મુલાકાત લીધા બાદ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડનું જાત નિરીક્ષણ કર્યું હતું. અને આગામી સમયમાં ડીસાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલને ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અપગ્રેડ કરવી કે નવી હોસ્પિટલ તૈયાર કરવી તે અંગે ખાસ નિરીક્ષણ કર્યું હતું. અને ડીસાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ બિલ્ડીંગ તાજેતરમાં બનેલું હોવાના લીધે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલને અપગ્રેડ કરવા પર  ખાસ ભાર મુક્યો હતો.

શું કહ્યું ભાજપ કોંગ્રેસ વિશે ?

તમજ આજે ડીસા જનરલ હોસ્પિટલની મુલાકાતે  આવેલા  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ને પાટીદાર આગેવાન નરેશ પટેલને આમંત્રણ મામલે પૂછતાં  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે.ગુજરાત નું રાજકારણ હવે જાતિવાદ નું રહ્યું નથી તેમજ નરેશભાઈ પટેલ મોટાગજાના સામાજિક આગેવાન અને સમજુ વ્યક્તિ છે. તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આપ બંને ભાજપ માટે તાળીયો વગાડસે…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: