Live Fri, Nov 13, 2026
Rajkot • 31°C Sunny

થરાદ હાઈવે પર ડફેર ગેંગ ઝડપાઈ ..

સરહદી બનાસકાંઠા ના થરાદ ખાતે આવેલ ચાર રસ્તા પાસે ડફેર ગેંગ ઝડપાઈ છે જાણવા મળતી માહિતી અનુસાર થરાદ શહેરનો પોલીસ સ્ટાફ રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતા પાટણ જિલ્લાના ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ હાઇવે ઉપર ટ્રકમાં આવી રહ્યા છે. જેથી પોલીસે થરાદ-ડીસા ચાર રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો, હથિયારો સહિત રૂ.8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા..

પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ પોલીસને મીઠા બાજુથી આવી રહેલ ટ્રક નંબર જીજે-05-એટી-2513માં ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ બાજુ હાઇવે પર એકાંત જગ્યાએ એકલ દોકલ માણસને કે ગાડીને આંતરી લૂંટ કરવા માટે આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે રાત્રે પોલીસ સ્ટાફ સહિત પીએસઆઇ કે.એચ.સોલંકીએ થરાદ-ડીસા ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન ટ્રક આવતાં તેમાં ડ્રાઇવર સહિત પાંચ શખસો બેઠેલા હોઇ તેમને નીચે ઉતારી ટ્રકમાં ચેક કરતાં તેમની પાસેથી સુકા મરચાંની ભુકી ઉપરાંત અલગ-અલગ સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ મળી આવી હતી. જે તમામ સાધનનો ઉપયોગ લૂંટ, ધાડ, ચોરીને અંજામ આપવા તેમજ સુકા મરચાંની ભુકીનો કોઇ વ્યક્તિ પ્રતિકાર કરે તો તેની આંખોમાં નાખી દેવા માટે ઉપયોગ કરવાના હતા.પોલીસે તમામ સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ સાથે પાંચેય પાસેથી ટ્રક સહિત કુલ રૂા.8,05,400નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ આ શખ્સો પર અગાઉ પણ ચોરી લૂંટના ગુનાઓ હોવાનું અને ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવ્યું હતું. આથી તેમની થરાદ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. 

Tags: ##VAV##બનાસકાંઠા#polling will be held on December 16.#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#ગુજરાત ના સમાચારો#ગુજરાત માં ચોરી ના બનાવો#ચોર ઝડપાયો#ડેલી ના સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ હાઈવે પર ડફેર ગેંગ ઝડપાઈ ..#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર #suigam#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: