- બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં રવિ સીઝનમાં ખાતર અને પૂરતી વીજ લાઈટ ના મળતા ભારતીય કિસાન સંઘ સરકાર સામે બાયો જડાવશે..
- શિયાળુ સીઝન ચાલુ થતાં બજારમાં માર્કેટમાં ડીએપી ખાતર અને પૂરતી વીજ લાઈટ ના મળતા ખેડૂતોમાં ધર્મ ધકા ખાતાં ભારે આક્રોશ ખેડૂતોએ 2022માં જોઈ લેવાની સરકારને આપી જિંદગી…

રાજ્યમાં દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી ને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે ચોમામાં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાછોતરા વરસાદના કારણે ખાસ ચોમાસુ સીઝન ના થવાના કારણે અને અત્યારે શિયાળું સીઝનમાં રવી સીઝન પિયત કરવાના સમયે સરકાર દ્વારા પૂરતી વીજ લાઈટ ના આપતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રવી સીઝન ચાલુ થતાં કંપનીઓ દ્વારા ડીએપી ખાતર ના ભાવ આસમાને જતાં ખેડૂતોએ સરકારને 2022માં જોઈ લેવાની ચીમકી આપી વધુ માં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ જણાવ્યું હતું કે અત્યારે અમે છેલ્લા દસ દિવસથી ખાતર માટે ધર્મ ધક્કા ખાઈએ છીએ છતાં અમને ખાતર નહિ મળતું સાથે રવિ સીઝનમાં પૂરતી વીજ લાઈટ ના આપવાના કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અત્યારે ડીઝલ 104 રૂ.લીટર થતાં ખેડૂતોને સાત બાર આઠ ના ઉતારા લઈને જાય તેમને ડિઝલમાં સબસીડી આપે તો ખેડૂતો ની વેદના સરકાર સમજી કહેવાય નહી તો ખેડૂતો ની વેદના સરકાર નહિ સમજે તો 2022 ની વિધાનસભાની ચૂંટણી માં અમે જોઈ લેશું તેવી ચીમકી આપી હતી..