Live Sun, Nov 15, 2026
Rajkot • 31°C Sunny

દેશમાં લોકોને કોરોના રસી આપવા પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના 1 લાખ લોકોને ટ્રેનિંગ અપાશે

નવી દિલ્હી:સરકાર 2021 ના પ્રારંભિક મહિનામાં પ્રાયોરિટી ગ્રુપના અંદાજીત 30 કરોડને લોકોને અને ત્યારબાદ બીજાઓને એમ તબક્કાવાર કોવિડ -19 રસી આપવાની તૈયારી કરી રહી છે. આ માટે આવશ્યક રસી લેનારાઓની સૂચિ પણ તૈયાર કરી રહી છે. જોકે આ વચ્ચે સરકારને એવા લોકોની જરુર પડશે જે યોગ્ય રીતે દરેક લોકોને કોરોના રસી આપી શકે. આ માટે સરકાર પાસે પબ્લિક સેક્ટરના 70000 હજાર અને પ્રાઈવેટ સેક્ટરના 30000 એમ કુલ મળીને 1 લાખ જેટલા ડોક્ટર્સ, નર્સ અને લેબ ટેક્નિશિયન્સને કોરોનાની રસી યોગ્ય રીતે આપવાની તાલીમ આપવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે.

અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ એક યોગ્ય ટ્રેનિંગ પામેલ રસી આપનાર અને પૂરતી ફેસિલિટી સાથેની જગ્યાએ પ્રતિ કલાકમાં 20-25 લોકોને કોરોનાની રસી આપી શકાય છે. જોકે તેમને આના કરતા ઓછા લોકોને રસી આપવાનું કહેવામાં આવશે.

દેશમાં પબ્લિક સેક્ટરમાં રહેલા 70000 જેટલા રસી આપનારાઓ વૈશ્વિક ઇમ્યુનિશન પ્રોગ્રામના ભાગ છે. જે પૈકી મોટાભાગના લોકો જેવી કોરોના રસીને મંજૂરી મળશે એટલે રસી વિતરણના કામમાં અને આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં એક્ટિવ થઈ જશે.

તાજેતરમાં covid19 વેક્સીન એડમિનિસ્ટ્રેશનના નેશનલ એક્સપર્ટ ગ્રુપ દ્વારા FICCI, CII અને કેટલાક મોટા હોસ્પિટલ જૂથનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની પાસે રહેલા એવા નિષ્ણાંતો જેઓ સંપૂર્ણપણે કોરોના વેક્સીન આપવામાં કામ આવી શકે છે તેમના આંકડા માગ્યા હતા. CIIના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે અમે અમારા સભ્યોને કહ્યું છે કે કોરોના રસીકરણ પ્રોગ્રામ માટે તેમની પાસે રહેલા શક્ય તમામ રિસોર્સને આ કાર્ય માટે ફાળવે. એકવાર કોવિડ 19 રસી આપવા માટે વેક્સીનેટરનું લિસ્ટ તૈયાર થઈ જશે પછી તેને કોવિન ડેટાબેઝમાં અપડેટ કરી દેવામાં આવશે.

ઇન્ટિગ્રેટેડ તાલીમ પોર્ટલ એ મહામારીને અસરકારક રીતે સંચાલિત કરવા માટે ફ્રન્ટલાઈન કામદારોની ક્ષમતા-નિર્માણનું એક મંચ છે. તેવામાં આરોગ્ય સંભાળમાં નવી માનવ સંસાધન માંગને પહોંચી વળવા આ મહામારીની શરૂઆતથી જ પોર્ટલે ઘણા નવા અભ્યાસક્રમો ઉમેર્યા છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: