દાંતીવાડા વેટનરી કોલેજના છાત્રો ઇન્ટર્નશીપ ભથ્થાના મુદ્દે રોડ પર ઉતર્યા.. પાલનપુરમાં 300 વિદ્યાર્થીઓએ કલેકટર કચેરી સુધી રેલી યોજી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટેનરી કોલેજના વિદ્યાર્થીઓએ ધરણાં બાદ સોમવારે ઇન્ટર્નશીપ ભથ્થુ વધારવા મુદ્દે પાલનપુરમાં વિશાલ રેલી યોજી હતી. અને પોતાની માંગણી દોહરાવી હતી બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ. યુનિવર્સિટીના વેટેનરી કોલેજના વિદ્યાર્થીઓ બે દિવસથી હડતાળ ઉપર ગયા છે. તેમણે ઇન્ટર્નશીપ નું ભથ્થુ વધારવાની માંગ સાથે મંગળવારે ધરણાં પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ બુધવારે રોડ પર ઉતર્યા હતા. આ વેટરનરી વિદ્યાર્થીઓએ બેનરો સાથે પાલનપુરના એરોમા સર્કલથી કલેકટર કચેરી સુધી વિશાલ રેલી કાઢી હતી અને સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ સુત્રોચાર કર્યા હતા. સરદાર કૃષિ વેટેનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી ના નેજા હેઠળની દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને નવસારી કોલેજના વિદ્યાર્થીઓ અનિશ્ચિત હડતાલ પર છે. વેટરનરી વિભાગના વિદ્યાર્થીઓને તેમને મળતું ઇન્ટર્નશીપ ભથ્થું રૂ.4200 થી વધારી રૂ.18000 કરવાની માંગને લઈને વિદ્યાર્થીઓ હડતાલ પર છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના વેટેનરી વિભાગના 320 વિદ્યાર્થીઓએ ધરણા કર્યા બાદ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો હતો.
દાંતીવાડા વેટનરી કોલેજના છાત્રો ઇન્ટર્નશીપ ભથ્થાના મુદ્દે રોડ પર ઉતર્યા
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
