હિન્દુઓને મળી રહેલ ધમકીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દૂ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવશે દેશભરમાં અત્યારે નૂપુર શર્માના વિવાદિત નિવેદબ બાદ હત્યા તથા ધમકી મળવાનો સીલસીલો શરૂ થયો છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા હિંદુઓ માટે હિન્દૂ હેલ્પ લાઇન જાહેર કરવામાં આવી છે.રાજ્યના 3 શહેરોમાં આ હેલ્પ લાઇન ચાલશે. વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે જણાવ્યું હતું કે દેશભરમાં જેહાદી લોકો દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી છે.આ ધમકીને લઈને અત્યાર સુધી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ હિંદુઓની સાથે તો હતા જ પરંતુ હવે લોકો માટે હેલ્પ લાઇન શરૂ કરી છે.જે કોઈ હિન્દૂ ભાઈ બહેનને ધમકી મળે કે અન્ય રીતે કનડગત થાય તર માટે હેલ્પલાઇન શરૂ કરી કાયદાકીય અને આર્થિક મદદ કરવામાં આવશે.રાજ્યમાં ઉત્તર ગુજરાત ,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.24 કલાક હેલ્પલાઇન ચાલુ રહેશે.ઉત્તર ગુજરાત પ્રાંતનો નંબર- 8735873595, સૌરાષ્ટ્માં- 777795774,9879014841 અને દક્ષિણ ગુજરાત પ્રાંતનો નંબર – 9426363324 છે..
હિન્દુઓને મળી રહેલ ધમકીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દૂ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવશે
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
