Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના નાળોદર અને ઢીમાનાં ખેતરોમાં આગ લાગી,થરાદ ફાયરફાઈટર દ્વારા કાબુમાં લેવાઈ

સરહદી વાવ તાલુકામાં ઉનાળાની ગરમીનાં પ્રારંભે જ આગ લાગવાનાં બનાવો બની રહ્યાં છે.ત્યારે સરહદી વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા ગામની સીમમાં વાવ ઢીમા રોડ પર આવેલ બ્રાહ્મણ પ્રકાશભાઈ શંકરભાઈનાં ખેતરની વાડમાં આગ લાગી હતી.જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.ત્યારે આગ વિકરાળ હોઈ થરાદ નગરપાલિકાનાં ફાયરફાઈટર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.જોકે સત્તાવાર મળતી માહિતી મુજબ કોઈ મોટું નુકસાન થયું નહોતું.

ત્યારે બીજા બનાવમાં વાવ તાલુકા નાળોદર ગામની સીમમાં ગોહિલ સગથાભાઈ રામજીભાઈનાં ખેતરની વાડમાં વિજલાઈન ઉપરથી પસાર થતી હોવાથી બાવળોનું ઝુંડ અડતું હોવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.નાળોદર ગામે આગ લાગવાના બનાવના પગલે ફાયર વિભાગને જાણ કરાઈ પરંતુ ફાયર ફાઈટરનું ટાયર ફાટતાં ફાયરટીમ પહોંચી શકી નહી.અત્રે નોંધનીય છે કે સરહદી વાવ તાલુકામાં ઉનાળામાં ગરમીમાં આગ લાગવાનાં બનાવો દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે સુઈગામ તાલુકાનાં ગામડાઓમાં ફાયરફાઈટરનાં અભાવે અનેક વખત મોટું નુકસાન થાય છે.ત્યારે થરાદ નગરપાલિકાનું ફાયરફાઈટર પહોંચે એ પહેલાં તો આગ બેકાબુ બની જાય છે.રાજ્ય સરકાર દ્વારા સરહદી સુઈગામ કે વાવ ખાતે ફાયરફાઈટર ઉપલબ્ધ કરે તેવી માંગ ઉઠી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: